મુંબઈ: સૂર્યવંશી ફિલ્મના સ્ટાર્સ અક્ષય કુમાર, અજય દેવગન અને રોહિત શેટ્ટીએ મહારાષ્ટ્ર પોલીસ ઇન્ટરનેશનલ મેરેથોનમાં હાજર રહી લોકોને પ્રોત્સાહિત કર્યાં હતાં. અક્ષય કુમારે ટ્વિટર હેન્ડલ પર ફોટો શેર કર્યો હતો અને લખ્યું કે, એક સારી પહેલ, જેમાં પોલીસ તમારી પાછળ નહીં દોડે, પરંતુ સાથે દોડશે.
મહારાષ્ટ્ર પોલીસ ઇન્ટરનેશનલ મેરેથોનમાં ફિલ્મ સૂર્યવંશી ટીમ જોડાઇ - mumbai latest news
અક્ષય કુમાર અજય દેવગન અને રોહિત શેટ્ટીએ આજે સવારે મહારાષ્ટ્ર પોલીસ ઇન્ટરનેશનલ મેરેથોનમાં હાજર રહી લોકોને પ્રોત્સાહિત કર્યાં હતાં અક્ષય કુમારે સોશિયલ મીડિયા પર ફોટો શેર કરી માહિતી આપી હતી
રાજ્યના ગૃહ પ્રધાન અનિલ દેશમુખે લીલી ઝંડી દેખાડી મેરેથોનની શરૂઆત કરાવી હતી. મેરેથોનમાં અભિનેતા ફરહાન અખ્તર અને સુનિલ શેટ્ટી પણ હાજર રહ્યાં હતાં. બન્દ્રા વરલી સી લીંકથી ગેટવે ઓફ ઈન્ડિયા સુધીના મેરેથોનમાં લગભગ 17,000 લોકોની સાથે 6,000 જેટલા પોલીસ કર્મચારીઓ ભાગ લીધો હતો.
અક્ષય કુમારની ફિલ્મ સૂર્યવંશી આ વર્ષે 27 માર્ચે રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં અભિનેત્રી કેટરિના કૈફ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. રોહિત શેટ્ટીના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ ધર્મ પ્રોડક્શન્સના બેનર હેઠળ બનાવવામાં આવી છે, આ સિવાય અક્ષય કુમાર આ વર્ષે ઈદ પર રિલીઝ થનારી લક્ષ્મી બોમ્બમાં પણ જોવા મળશે.