ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યરી થયા કોરોનાગ્રસ્ત, હોસ્પિટલમાં કરાયા દાખલ

મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીને કોરોનાગ્રસ્ત (Governor Bhagat Singh Koshyari Corona infected) થયા હોવાના ઘટના સામે આવી છે. તેમને કોરોનાના લક્ષણો દેખાતા HN રિલાયન્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યરી થયા કોરોનાગ્રસ્ત
મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યરી થયા કોરોનાગ્રસ્ત

By

Published : Jun 22, 2022, 11:38 AM IST

મુંબઈ: મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ (Political crisis in Maharashtra) વચ્ચે રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીને HN રિલાયન્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એવું કહેવામાં આવ્યું હતું કે, મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યરી કોરોના સંક્રમિત (Governor Bhagat Singh Koshyari Corona infected) મળી આવ્યા છે. મોડી રાત્રે તેનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો.

આ પણ વાંચો :Maharashtra Political Crisis: શિવસેનાના બળવાખોર ધારાસભ્યો ગુવાહાટી પહોંચ્યા

મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો : રાજ્યમાં મહારાષ્ટ્ર સરકાર રાજકીય સંકટમાંથી (Political crisis in Maharashtra) પસાર થઈ રહી છે. મહાવિકાસ આઘાડીની ત્રણ પક્ષોની ગઠબંધન સરકારમાં શિવસેનાના ધારાસભ્યો બળવાખોર બન્યા છે. એકનાથ શિંદે બળવાખોર ( Rebel Eknath Shinde) ધારાસભ્યોનું નેતૃત્વ કરી રહ્યા છે. શિંદેનો દાવો છે કે, તેમની પાસે 40 ધારાસભ્યોનું સમર્થન છે. એકનાથ શિંદે સહિત તમામ બળવાખોર ધારાસભ્યોની માંગ છે કે, શિવસેના ભાજપની મદદથી સરકાર બનાવે. સુરતથી ગુવાહાટી પહોંચીને એકનાથ શિંદેએ પત્રકારોને કહ્યું કે, તેમણે શિવસેના છોડી નથી, પરંતુ તેઓ બાળાસાહેબ ઠાકરેના કહેવા મુજબ હિન્દુત્વના માર્ગે ચાલી રહ્યા છે.

આ પણ વાંચો :કેવડિયા સત્તામંડળ સામે રાજ્યપ્રધાન પૂર્ણેશ મોદીએ કરી લાલ આંખ

ABOUT THE AUTHOR

...view details