- OBC અનામત મુદ્દે ઉદ્ધવ ઠાકરેએ બાલોવી ઑલ પાર્ટી મીટિંગ
- સ્થાનિક સંસ્થાઓમાં OBC ક્વોટાની ચર્ચા કરશે
- મહારાષ્ટ્રના CM અનામત મામલે નેતાઓનો અભિપ્રાય લેશે
મુંબઈઃ OBC કોટા પુન:સ્થાપિત કરવાના પ્રયત્નો હેઠળ મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેએ શુક્રવારના સર્વદળીય બેઠક બોલાવી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં CM ઉદ્ધવ ઠાકરે સ્થાનિક સંસ્થાઓમાં OBC ક્વોટાની ચર્ચા કરીને નેતાઓનો અભિપ્રાય લેશે. આ વર્ષે માર્ચમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, રાજ્યમાં સ્થાનિક સંસ્થાઓમાં અન્ય પછાત વર્ગ (OBC)ના પક્ષમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને ઓબીસી માટે અનામત બેઠકોની કુલ સંખ્યા 50 ટકાથી વધુ ન હોઈ શકે.
કેન્દ્રને 2011ની વસ્તી ગણતરીના આંકડા ઉપલબ્ધ કરાવવા કર્યો હતો અનુરોધ
તો જૂનમાં મહારાષ્ટ્ર વિધાનસભાએ પ્રસ્તાવ પસાર કરીને કેન્દ્રને અનુરોધ કર્યો હતો કે, તે 2011ની વસતી ગણતરીના આંકડા ઉપલબ્ધ કરાવે, જેનાથી રાજ્ય પછાત વર્ગ આયોગ ઓબીસી વસ્તીને લઈને એક અવલોકન આધારિત આંકડો તૈયાર કરી શકે, જેનો ઉદ્દેશ સ્થાનિક સંસ્થાઓમાં સમુદાય માટે રાજકીય અનામતને પુન:સ્થાપિત કરવાનો પ્રયત્ન કરવાનો છે.