ગુજરાત

gujarat

સાબરમતી જેલમાં સજા ભોગવી રહેલા માફિયા અતીક અહેમદની સંપત્તિઓ થશે જપ્ત, EDએ એકઠી કરી માહિતી

By

Published : Nov 9, 2021, 12:16 PM IST

ગુજરાતના સાબરમતી જેલમાં બંધ માફિયા અતીક અહેમદની (Mafia Atik Ahmed) સંપત્તિઓ જપ્ત કરવાની તૈયારી શરૂ થઈ ગઈ છે. સૂત્રોએ આપેલી માહિતી અનુસાર, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ઉત્તરપ્રદેશ સહિત દેશના અન્ય શહેરોમાં પણ અતીક અહેમદની જે પણ સંપત્તિ છે તેને જપ્ત કરશે.

માફિયા અતીક અહેમદની સંપત્તિઓ થશે જપ્ત, EDએ એકઠી કરી માહિતી
માફિયા અતીક અહેમદની સંપત્તિઓ થશે જપ્ત, EDએ એકઠી કરી માહિતી

  • ગુજરાતના સાબરમતી જેલમાં બંધ માફિયા અતીક અહેમદની સંપત્તિઓ જપ્ત કરવાની તૈયારી શરૂ
  • ED ઉત્તરપ્રદેશ સહિત દેશના અન્ય શહેરોમાં પણ અતીક અહેમદની જે પણ સંપત્તિ છે તેને જપ્ત કરશે
  • આ વર્ષે જુલાઈમાં EDએ અતીક અહેમદ અને તેના પૂત્ર વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો હતો

લખનઉઃ સાબરમતી જેલમાં બંધ માફિયા અતીક અહેમદ (Atiq Ahmad)ની સંપત્તિ જપ્ત કરવાની તૈયારી શરૂ થઈ ગઈ છે. જાણવા મળી રહ્યું છે કે, ED ઉત્તરપ્રદેશ સહિત દેશના અન્ય શહેરોમાં પણ અતીક અહેમદની સંપત્તિઓને જપ્ત કરશે. છેલ્લા કેટલાક દિવસોમાં EDએ જેલમાં અતીક અહેમદની પૂછપરછ પણ કરી હતી. આ વર્ષે જુલાઈમાં EDએ અતીક અહેમદ અને તેના પૂત્ર વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો હતો. અત્યાર સુધી EDએ અતીકના 12 બેન્ક ખાતાની ડિટેઈલ તપાસી છે. 27-28 ઓક્ટોબરે સાબરમતી જેલમાં EDએ અતીક અહેમદની પૂછપરછ કરી હતી. તે દરમિયાન અતીક બેન્ક ખાતામાં લેવડદેવડ અને આવકના સ્ત્રોતોની સાચી માહિતી નહતો આપી શક્યો.

આ પણ વાંચો-મુંબઈના એટોપ હિલ વિસ્તારમાં મકાન ધરાશાયી, કાટમાળ નીચે અનેક લોકો દટાયા, બચાવ કામગીરી ચાલુ

અતીકની પહેલાં જ 355 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત થઈ ચૂકી છે

જોકે, 355 કરોડ રૂપિયાની સંપત્તિ પહેલાથી જ જપ્ત થઈ ચૂકી છે. અતીક અહેમદની પત્નીના નામ પર ચાલતી કંપનીઓની પણ તપાસ ચાલુ છે. આ મામલામાં અતીકના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને નજીકના લોકોનું પણ નિવેદન નોંધવામાં આવ્યું છે. આ વર્ષે જુલાઈમાં અતીકની સામે EDએ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો હતો. અતીકના પૂત્ર ઉમરને પણ EDએ સમન્સ પાઠવ્યું હતું. જોકે, ઉમ્ર હજી પણ એજન્સી સામે હાજર નથી થયો.

આ પણ વાંચો-દિલ્હી ક્ષેત્રીય સુરક્ષા વાર્તામાં બુધવારે અફઘાનિસ્તાનની સ્થિતિની ચર્ચા થશે

EDએ અતીક અહેમદ સામે મની લોન્ડરિંગ એક્ટ અંતર્ગત કેસ નોંધ્યો

ઉલ્લેખનીય છે કે, અતીક અહેમદ (Atiq Ahmad) સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED) મની લોન્ડરિંગ એક્ટ અંતર્ગત કેસ નોંધ્યો હતો. પ્રયાગરાજમાં અતીક અહેમદની કંપની એક ફંડ એસોસિએટ, લખનઉમાં ઈન્ફ્રાટેક પ્રાઈવેટ લિમિટેડ અને ઈન્ફ્રા ગ્રીન પ્રાઈવેટ લિમિટેડની તપાસ પણ કરવામાં આવી રહી છે. આ પહેલા લગભગ 355 કરોડ રૂપિયાની સંપત્તિ પ્રયાગરાજ તંત્રએ ગેંગસ્ટર એક્ટ અંતર્ગત જપ્ત કરવાની કાર્યવાહી કરી હતી. હવે EDના સ્તર પર કાર્યવાહી કરવામાં આવશે. આ સમગ્ર મામલામાં માફિયા અતીક અહેમદના એકાઉન્ટન્ટ અને અન્ય નજીકના લોકોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details