ઉજ્જૈનઃ મહિદપુર તાલુકાના કિશન ખેડીમાં રહેતા અજિત અને મધુના દીકરાને 1 મહિનાના દીકરાને જન્મથી જ ન્યૂમોનિયા હતો. જેના બાદ પરિવારના સભ્યો અંધવિશ્વાસથી પ્રેરાઈને બાળકના શરીર પર ગરમ સળિયાના ડામ અપાવવા લઈ ગયા. જો કે આ ડામના લીધે બાળકની તબિયત વધુ બગડી ગઈ હતી. હવે બાળકને લઈને પરિવાર હોસ્પિટલમાં પહોંચ્યો છે. બાળકને અત્યારે હોસ્પિટલમાં ઓક્સિજન પર રાખવામાં આવ્યું છે. તેના ન્યૂમોનિયાની સારવાર ચાલી રહી છે. બાળકના શરીર પર ઈજાના નિશાન જોઈને ડોક્ટરે પરિવારને સવાલો કર્યા હતા. પરિવારે અંધવિશ્વાસની વાત નકારી છે.
મધ્ય પ્રદેશમાં અંધશ્રદ્ધાની પરાકાષ્ટા, એક મહિનાના બાળકને તાવ દૂર કરવા ડામ અપાયા - બાળક ઓક્સિજન પર
મધ્ય પ્રદેશના ઉજ્જૈન જિલ્લામાં એક મહિનાના બાળકને ન્યૂમોનિયાથી મુક્ત કરાવવા ગરમ સળિયાથી ડામ આપવામાં આવ્યા છે. બાળકના શરીર પર ડામના ચિન્હો અંધશ્રદ્ધાની ચાડી ખાય છે. Madhya Pradesh Ujjain Superstition One Month Old Child
Published : Nov 23, 2023, 5:42 PM IST
અન્ય બાળકો પર આરોપઃ ઉજ્જૈન જિલ્લા હોસ્પિટલના ચાઈલ્ડ સ્પેશિયાલિસ્ટ ડૉ. માલવીનું કહેવું છે કે, એક મહિનાના બાળકના શરીરનું નિરીક્ષણ કરવાથી જણાય છે કે તેણે ન્યૂમોનિયા ન ઉતરવાથી ગરમ સળિયાથી ડામ અપાયા છે. અત્યારે બાળકને શર્દી, ખાંસી અને તાવ છે તેમજ તેને ઓક્સિજન પર રાખવામાં આવ્યું છે. હોસ્પિટલે આ મુદ્દે પોલીસને જાણ કરી છે. માતા-પિતાએ હોસ્પિટલના સ્ટાફને બીજા બાળકોએ આ બાળકને દઝાડ્યું છે તેમ જણાવ્યું હતું. હવે પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. બાળકના પિતા હાઈવે બનાવવામાં મજૂરીકામ કરે છે.
જન્મ્યો ત્યારથી ન્યૂમોનિયાઃ બાળકની માતા મધુ જણાવ્યું કે, બાળક ગર્ભમાં હતો ત્યારે તેના મોઢામાં ગંદુ પાણી જતું રહ્યું હતું. બાળક જન્મ્યું ત્યારથી જ તેને ન્યૂમોનિયા હતો. 1 મહિના અહીં તહીં તેનો ઈલાજ કરવામાં આવ્યો હતો. જો કે તેનાથી તેને કોઈ ફેર પડ્યો નહતો. બાળકના શરીર પર દાઝવાના ઘા જોઈને તેને ભુવા પાસે લઈ જઈ સળિયાથી ડામ અપાયા હોય તેવું લાગે છે. જ્યારે ડામને પરિણામે બાળકની સ્થિતિ વધુ બગડી ગઈ ત્યારે તેને ઉજ્જૈન ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ લઈ જવાયું. અત્યારે બાળકને ડૉકટર્સના ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યું છે. હવે પોલીસ આ મામલે શું પગલા ભરે છે તે જોવું રહ્યું.