ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ઈન્ડિગો ફ્લાઈટમાં ટેકઓફ દરમિયાન લાગી આગ, યાત્રીકોના જીવ થયા અધ્ધર - ઈન્ડિગો ફ્લાઈટમાં ટેકઓફ દરમિયાન લાગી આગ

દિલ્હીથી બેંગ્લોર જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટમાં સ્પાર્ક નીકળી જતાં તેનું દિલ્હીમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. (flight grounded at delhi airport after spark)ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશનએ કારણ જાણવા માટે વિગતવાર તપાસનો આદેશ આપ્યો હતો. DGCAએ કહ્યું કે આ ઘટનામાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.

ઈન્ડિગો ફ્લાઈટમાં ટેકઓફ દરમિયાન લાગી આગ, યાત્રીકોના જીવ થયા અધ્ધર
ઈન્ડિગો ફ્લાઈટમાં ટેકઓફ દરમિયાન લાગી આગ, યાત્રીકોના જીવ થયા અધ્ધર

By

Published : Oct 29, 2022, 1:12 PM IST

નવી દિલ્હી: દિલ્હીથી બેંગલુરુ માટે ઉડાન ભરવાની તૈયારી કરી રહેલા ઈન્ડિગો એરક્રાફ્ટના એન્જિનમાં શુક્રવારે આગ લાગી હતી. (flight grounded at delhi airport after spark)આ કારણે દિલ્હી એરપોર્ટ પર કટોકટીની સ્થિતિ જાહેર કરવામાં આવી હતી. સૂત્રોએ આ માહિતી આપી હતી. સૂત્રોએ જણાવ્યું કે, "બેંગલુરુ જતું A320 એરક્રાફ્ટ પાછળથી પાર્કિંગમાં પાછું ફર્યું અને તેમાં સવાર 180 લોકોને સુરક્ષિત રીતે ઉતારવામાં આવ્યા હતા." ટ્વિટર પરના એક વીડિયોમાં એરપોર્ટ પર ટેક ઓફ કરવાની તૈયારી કરી રહેલા પ્લેનના એન્જિનમાંથી સ્પાર્ક ઉડતા જોવા મળે છે.

184 લોકોને સુરક્ષિત:ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ શનિવારે કહ્યું હતુ કે,(indigo flight) "દિલ્હી એરપોર્ટ પર ઈન્ડિગો એરક્રાફ્ટના એન્જિનમાં આગ લાગવાની વિગતવાર તપાસ બાદ યોગ્ય પગલાં લેશે." ઉલ્લેખનીય છે કે, શુક્રવારે રાત્રે દિલ્હીથી બેંગલુરુ જવાની તૈયારી કરી રહેલા ઈન્ડિગો એરક્રાફ્ટના એન્જિનમાં આગ લાગી હતી. બેંગલુરુ જતું A320 એરક્રાફ્ટ પાછળથી પાર્કિંગ 2 માં પાછું ફર્યું અને તેમાં સવાર 184 લોકોને સુરક્ષિત રીતે ઉતારવામાં આવ્યા હતા.

એન્જિનમાં આગનું કારણ:DGCAના વડા અરુણ કુમારે જણાવ્યું હતું કે, "અમારી પ્રાથમિકતા ઘટનાની વિગતવાર તપાસ કરવાની અને એન્જિનમાં આગનું કારણ શોધવાની છે. સદનસીબે, આગ તાત્કાલિક કાબૂમાં આવી ગઈ હતી. જે એન્જિનમાં આગ લાગી તે IAEV2500 હતું. તે IAE ઇન્ટરનેશનલ એરો એન્જીન્સ એજી દ્વારા બનાવવામાં આવ્યું હતું. નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) એ જાણવા માટે વિગતવાર તપાસ કરશે કે શું આ એન્જિનોને લગતી આવી કોઈ ઘટના ભૂતકાળમાં પણ બની છે. તપાસ બાદ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે."

બીજું એન્જિન નિષ્ફળ:ડીજીસીએના એક સૂત્રએ જણાવ્યું હતુ કે, "દિલ્હીથી બેંગ્લોર જઈ રહેલી ફ્લાઇટ 6E-2131નું બીજું એન્જિન નિષ્ફળ જવાની ચેતવણી બાદ ટેક ઓફ થયું ન હતું. આ પછી જોરદાર અવાજ સંભળાયો હતો. શુક્રવારે રાત્રે લગભગ 10 વાગ્યાની આસપાસ બનેલી આ ઘટના બાદ તરત જ નાગરિક ઉડ્ડયન મંત્રાલયે જણાવ્યું હતું કે, "DGCAના સંબંધિત અધિકારીઓને આ મામલાની તપાસ કરીને વહેલામાં વહેલી તકે રિપોર્ટ સુપરત કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે."

ટેકનિકલ ખામી:ઈન્ડિગોએ શનિવારે સવારે એક નિવેદન જારી કરીને કહ્યું હતુ કે, "એરક્રાફ્ટ બોર્ડ પર હતું. ટેક-ઓફ દરમિયાન ટેકનિકલ ખામી સર્જાઈ હતી, જેના પગલે પાઈલટે તરત જ એરક્રાફ્ટને ટેક ઓફ કરતા અટકાવ્યું હતું અને એરક્રાફ્ટ સુરક્ષિત રીતે પાર્કિંગ 2માં પાછું ફર્યું હતું. તેમણે કહ્યું કે, "તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત છે અને વૈકલ્પિક ફ્લાઇટની વ્યવસ્થા કરવામાં આવી હતી જેણે શુક્રવારે બપોરે 12.16 વાગ્યે ઉડાન ભરી હતી." સોશિયલ મીડિયા પર ફરતા થયેલા વીડિયોમાં એરપોર્ટ પર ટેક ઓફ કરવાની તૈયારી કરી રહેલા પ્લેનના એન્જિનમાં આગ લાગી હતી અને તણખા નીકળ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details