- મધ્યપ્રદેશના મુખ્યપ્રધાને જન્મદિવસે લીધો સંકલ્પ
- જન્મદિવસ નિમિત્તે તૈયારીઓ કરવા કરી ઈનકાર
- દરેક લોકોએ એક છોડ વાવવા મુખ્યપ્રધાનની અપીલ
ભોપાલઃ મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણનો આજે 61મો જન્મદિવસ હોવાથી ચોતરફથી તેમની પર શુભેચ્છાનો વરસાદ થઈ રહ્યો છે. વડાપ્રધાન મોદીથી લઈને મોટા મોટા નેતાઓએ તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. મુખ્યપ્રધાન શિવરાજ સિંહે તેમના જન્મદિવસ નિમિત્તે નવો સંકલ્પ લીધો છે. તેમણે ટ્વિટ કરતા અપીલ કરી હતી કે, મારા જન્મદિવસ પર ફૂલના હાર, સ્વાગત દ્વાર, જય જય કારની જરૂર નથી. માત્ર તમે એક છોડ વાવો એટલે મારો જન્મદિવસ સાર્થક થશે.