ગુજરાત

gujarat

ETV Bharat / bharat

જૂનના પહેલા દિવસે ગ્રૃહિણીઓ માટે સારા સમાચાર, LPG સિલિન્ડર થયો સસ્તો - LPG price decreased today

આજે જૂનના પહેલા જ દિવસે LPG સિલિન્ડરના (LPG Cylinder Cheap) દરમાં ઘટાડો કરવામાં આવ્યા છે. આજે ઈન્ડેન સિલિન્ડર 135 રૂપિયા સસ્તો થયો છે. છે. પેટ્રોલિયમ કંપની ઈન્ડિયન ઓઇલે કોમર્શિયલ સિલિન્ડરના દરમાં આ ઘટાડો (LPG price decreased today) કર્યો છે.

જૂનના પહેલા દિવસે ગ્રૃહિણીઓ માટે સારા સમાચાર, LPG સિલિન્ડર થયો સસ્તો
જૂનના પહેલા દિવસે ગ્રૃહિણીઓ માટે સારા સમાચાર, LPG સિલિન્ડર થયો સસ્તો

By

Published : Jun 1, 2022, 9:46 AM IST

ન્યૂઝ ડેસ્ક: 1 જૂન 2022ના પહેલા જ દિવસે LPG સિલિન્ડરના (LPG Cylinder Cheap) દરમાં ઘટાડો કરવામાં આવ્યા છે. આજે ઈન્ડેન સિલિન્ડર 135 રૂપિયા સસ્તું થઈ ગયું છે. પેટ્રોલિયમ કંપની ઈન્ડિયન ઓઈલ દ્વારા કોમર્શિયલ સિલિન્ડરના દરમાં આ ઘટાડો કરવામાં આવ્યો છે, જ્યારે ઘરેલુ LPG સિલિન્ડરના ગ્રાહકોને કોઈ રાહત મળી નથી. 14.2 કિલોનું ઘરેલું સિલિન્ડર ન તો સસ્તું થયું છે કે ન તો મોંઘું. તે હજુ પણ 19 મેના રોજ સમાન દરે ઉપલબ્ધ છે.

આ પણ વાંચો:એપ્રિલના પહેલા જ દિવસે ગ્રાહકોને મોંઘવારીનો મોટો ફટકો, LPG સિલિન્ડર કિંમતમાં 250 રૂપિયાનો વધારો

મે મહિનામાં એક ફટકો પડ્યો હતો :મે મહિનામાં ઘરેલુ એલપીજી સિલિન્ડરના ગ્રાહકોને બે વાર આંચકો લાગ્યો હતો. 7મી મેના રોજ ઘરેલુ સિલિન્ડર (LPG સિલિન્ડરની કિંમત આજે) મહિનામાં પહેલીવાર 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો અને 19મી મેના રોજ પણ ઘરેલુ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો કરવામાં આવ્યો હતો. 7 મેના રોજ LPGના દરમાં ફેરફારને કારણે જ્યાં ઘરેલું સિલિન્ડર 50 રૂપિયા મોંઘું થયું, ત્યાં 19 કિલોનું કોમર્શિયલ સિલિન્ડર લગભગ 10 રૂપિયા સસ્તું થયું. 19 મેના રોજ તેના દરમાં રૂપિયા 8નો વધારો કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો:LPG Gas PRice Hike :માર્ચના પ્રથમ દિવસે જ ઝટકો, કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં વધારો

1 જૂનથી આ દરે સિલિન્ડર ઉપલબ્ધ થશે :આજે એટલે કે 1લી જૂને 19 કિલોના સિલિન્ડર પર સીધા 135 રૂપિયા સુધીની રાહત છે. 1 મેના રોજ તેમાં લગભગ 100 રૂપિયાનો વધારો થયો હતો. માર્ચમાં, દિલ્હીમાં 19 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમત માત્ર 2012 રૂપિયા હતી. 1 એપ્રિલે તે વધીને 2253 અને 1 મેના રોજ તે વધીને 2355 રૂપિયા પર પહોંચ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details