કૂચબિહારઃ પશ્ચિમ બંગાળના કૂચબિહાર જિલ્લાના એક ગામમાં પ્રેમ પ્રકરણનો વિરોધ કરવા બદલ છોકરીના માતા-પિતા અને છોકરીની મોટી બહેનની હત્યાનો મામલો સામે આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર આરોપી યુવકની ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર યુવતીના માતા-પિતા તૃણમૂલ કોંગ્રેસના પ્રભાવશાળી નેતાઓ હતા. તે પ્રેમ લગ્નના વિરોધમાં હતા. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
પરિવારના સભ્યોની હત્યા: અહેવાલો અનુસાર છોકરીના પિતા આ સંબંધથી ખૂબ નારાજ હતા. જેના કારણે યુવક પ્રેમીએ બદલો લેવા પ્રેમિકાના માતા-પિતા અને તેની મોટી બહેનની હત્યા કરી નાખી હતી. યુવતીના માતા-પિતા બંને તૃણમૂલ કોંગ્રેસના સક્રિય સભ્ય હતા અને પ્રેમીની માતા નીલિમા બર્મન શીતલાકુચી ગ્રામ પંચાયતના સભ્ય હતા. તેમના પતિ બિમલ ચંદ્ર બર્મન તૃણમૂલના SCST OBC સેલના શીતલકુચી બ્લોક પ્રમુખ હતા.
હથિયારો વડે હુમલો: પ્રાથમિક તપાસ મુજબ આરોપી યુવક વિભૂતિ ભૂષણ રાયને બિમલની નાની દીકરી ઇતિ બર્મન સાથે પ્રેમ સંબંધ હતો. રાત્રિ દરમિયાન આરોપી યુવક અન્ય બે વ્યક્તિઓ સાથે બિમલના ઘરમાં ઘુસી ગયો હતો અને પરિવારના સભ્યો પર હથિયારો વડે હુમલો કર્યો હતો. પરિવારના ચારેય સભ્યોને એસડી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા જ્યાં બિમલ, તેની પત્ની નીલિમા અને તેમની મોટી પુત્રી રૂનાનું મૃત્યુ થયું હતું. સારવાર હેઠળ ઇતિની હાલત નાજુક છે.