ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Monsoon Session 2021 LIVE UPDATE: રાજ્યસભાની કાર્યવાહી ચાલુ, કોંગ્રેસ જેપીસી તપાસની માંગ કરી - LIVE UPDATE: બંન્ને સદનની કાર્યવાહિ સ્થગિત

LIVE UPDATE: બંન્ને સદનની કાર્યવાહિ સ્થગિત, વિપક્ષે પેગસુસને લઈ કર્યો હોબાળો
LIVE UPDATE: બંન્ને સદનની કાર્યવાહિ સ્થગિત, વિપક્ષે પેગસુસને લઈ કર્યો હોબાળો

By

Published : Jul 20, 2021, 11:12 AM IST

Updated : Jul 20, 2021, 6:16 PM IST

18:14 July 20

રાજ્યસભાનું સત્ર 22 જુલાઈ સુધી સ્થગિત

રાજ્યસભાના મોનસૂન સત્રનો બીજો દિવસ સાંજે 6:10 કલાકે પૂર્ણ થયો હતો. ભારે હોબાળા સાથે શરૂ થયેલા આ દિવસની કામગીરી પૂર્ણ થતા સ્પીકર દ્વારા તેને આગામી 22 જુલાઈ સુધી સ્થગિત કરવામાં આવ્યું છે. 

17:40 July 20

વિશ્વભરમાં સૌથી સસ્તી વેક્સિન ભારત બનાવી રહ્યું છે : આરોગ્ય પ્રધાન માંડવિયા

વેક્સિન પ્રોડક્શન વધારવા માટે કંપનીઓ સાથે સતત વાટાઘાટો ચાલુ છે. દુનિયાભરમાં સૌથી સસ્તી વેક્સિન ભારત બનાવી રહ્યું છે. મહિને સરેરાશ 15થી 16 કરોડ ડોઝ મળી રહ્યા છે. વિશ્વનું સૌથી મોટું રિએક્ટર ભારત બાયોટેકે બેંગ્લોરમાં ઉભુ કર્યું છે. આવતા મહિનેથી પ્રોડક્શન શરૂ થશે. આવનારા સમયમાં વધુ કંપનીઓ વેક્સિન પ્રોડક્શનમાં જોડાશે.

17:32 July 20

આપણે વસુધૈવ કુટુમ્બકમમાં માનનારી સંસ્કૃતિ છે, થાળી અને તાળીઓએ ફ્રન્ટલાઈન વોરિયર્સનો જુસ્સો વધાર્યો : મનસુખ માંડવિયા

ટિપ્પણીઓના જવાબમાં મનસુખ માંડવિયાએ કહ્યું કે, આપણી સંસ્કૃતિ વસુધૈવ કુટુમ્બકમ અને શુભ અને લાભમાં  માનનારી સંસ્કૃતિ છે. એટલે જ આપણે પડોશી દેશોને વેક્સિન મોકલાવી છે. થાળી અને તાળી પર થયેલી ટિપ્પણી પર કહ્યું, મારી પુત્રી કોરોના મહામારીમાં હોસ્પિટલમાં ફરજ બજાવી રહી હતી. ત્યારે આ થાળી અને તાળીએ ફ્રન્ટલાઈન વોરિયર્સનો જુસ્સો વધાર્યો હતો.

17:15 July 20

રાજ્યસભામાં કોરોના પર ચર્ચાનો અંત, આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ સંબોધન કર્યું શરૂ

રાજ્યસભામાં 21 રાજકીય પક્ષોના 26 સભ્યોએ કોરોનાની પરિસ્થિતિ અને કોરોનાની ત્રીજી લહેરને લઈને પોતપોતાના મત રજૂ કર્યા હતા. જ્યારબાદ હવે આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા સભ્યોની ટિપ્પણીઓના જવાબ આપી રહ્યા છે.  

14:20 July 20

પેગાસસ જાસૂસી વિવાદ પર વિપક્ષનો વાર

  • ફોન હૈંકિંગ મામલે ખુલાસાને લઈ વિપક્ષ એકસાથે છે. કોંગ્રેસ,સપા અને બસપા દ્વારા સરકાર પાસે જવાબ માંગી રહ્યા છે. 
  • શિવસેનાના સાંસદ વિનાયક રાઉત, ગજાનન કીર્તિકર, અરવિંદ સાવંત, સદાશિવ લોખંડે, કૃપાલ તુમાને, ધૈર્યશીલ માને અને બાલુ ધનોરકરે લોકસભા સ્પીકરને એક પત્ર આપી 'પેગાસસ પ્રોજેક્ટ' મીડિયા અહેવાલોની જેપીસી તપાસની માંગ કરવામાં આવી હતી.

14:15 July 20

કોંગ્રેસ જેપીસી તપાસની કરી માંગ

  • કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલે આ વિવાદ પર કહ્યું હતું કે કોંગ્રેસ આ સમગ્ર મામલે જેપીસી તપાસની માંગ કરે છે. કોંગ્રેસના ગૌરવ ગોગોઇએ કહ્યું કે, સરકારે આપેલો જવાબ નિરાશાજનક છે. સરકાર ફક્ત એનએસઓ જૂથને જ બચાવતી હોય છે, પરંતુ તેણે તપાસ ગોઠવવી જોઈએ.

13:55 July 20

રાજ્યસભામાં હોબાળા વચ્ચે કોરોના પર ચર્ચા

  • રાજ્યસભાની કાર્યવાહી બપોરે 1 વાગ્યે ફરી શરૂ થઈ. પેગાસુસ જાસૂસીને લઇને વિપક્ષ દ્વારા ભારે હોબાળો મચાવવામાં આવ્યો છે અને સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે. રાજ્યસભામાં વિરોધી તરફથી 'અમને ન્યાય જોઈએ છે' ના નારા વચ્ચે કોરોનાની ચર્ચા થઈ રહી છે.

13:45 July 20

રાજ્યસભાની કાર્યવાહી ફરીથી શરુ કરાઈ

  • રાજ્યસભાની કાર્યવાહી શરુ કરાઈ

10:42 July 20

Monsoon Session 2021 LIVE UPDATE: રાજ્યસભાની કાર્યવાહી ચાલુ

  • સાંસદમાં સત્રના બીજા દિવસે પણ વિપક્ષે કર્યો હોબાળો
  • પેગાસસ જાસુસી મુદ્દે વિપક્ષ નેતાઓએ કર્યો હોબાળો
  • રાજ્યસભાની કાર્યવાહી 12 વાગ્યા સુધી સ્થગિત
  • લોકસભાની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત
Last Updated : Jul 20, 2021, 6:16 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details