દિલ્લી:કેન્દ્રીય કાયદા પ્રધાન કિરેન રિજિજુએ (Union Law Minister Kiren Rijiju) કહ્યું કે, ચૂંટણી કાયદા (સુધારા) અધિનિયમ, 2021 ચૂંટણી નોંધણી અધિકારીઓને મતદારને ઓળખ માટે તેમનો આધાર નંબર પ્રદાન કરવાની આવશ્યકતાની મંજૂરી આપે છે જોકે, આ સ્વૈચ્છિક છે.
સંમતિ પાછી ખેંચવાની કોઈ જોગવાઈ નથી:રિજિજુએ ઉમેર્યું હતું કે, ભારતના ચૂંટણી પંચ (ECI) એ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 1 ઓગસ્ટ, 2022 થી મતદારોના આધાર નંબર એકત્રિત કરવાનો કાર્યક્રમ શરૂ કર્યો છે. નોંધનીય છે કે, લિંકિંગ પ્રક્રિયા થઈ ગયા પછી સંમતિ પાછી ખેંચવાની કોઈ જોગવાઈ નથી. આધારને મતદાર ID સાથે લિંક (linking voter id to aadhaar is not compulsory) કરવું સ્વૈચ્છિક છે અને ફોર્મ 6Bમાં આધાર પ્રમાણીકરણ માટે મતદાર પાસેથી સંમતિ મેળવવામાં આવે છે.
આધાર નંબરનો ઉપયોગ માત્ર પ્રમાણીકરણના હેતુ માટે:રિજિજુએ વધુમાં જણાવ્યું હતું કે, આધાર અધિનિયમ, 2016 હેઠળ યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (Unique Identification Authority of India) અને તેના હેઠળ બનેલા નિયમોએ તમામના કેન્દ્રિય સંગ્રહ માટે તેને ફરજિયાત બનાવ્યું છે. આધાર નંબરો 'આધાર ડેટા વૉલ્ટ' તરીકે ઓળખાતા અલગ રિપોઝીટરીમાં છે. આનો અર્થ એ થયો કે, ભારતના ચૂંટણી પંચ (Election Commission of India) UIDAI દ્વારા નિર્ધારિત માર્ગદર્શિકાને અનુસરે છે અને આધાર નંબર તેના ડેટાબેઝમાં સંગ્રહિત કરતું નથી. આધાર નંબરનો ઉપયોગ માત્ર પ્રમાણીકરણ હેતુઓ માટે થાય છે અને ભારતના ચૂંટણી પંચ UIDAI આધાર ડેટાબેઝમાંથી કોઈપણ વ્યક્તિગત માહિતી પુનઃપ્રાપ્ત કરતું નથી.
ગોપનીયતાના અધિકારની વિરુદ્ધ: આ વર્ષે 31 ઓક્ટોબરે સુપ્રીમ કોર્ટે મતદાર આઈડીને આધાર સાથે લિંક કરવાના કેન્દ્રના પગલાને પડકારતી અરજીઓ પર સુનાવણી કરવા સંમત થઈ હતી. જસ્ટિસ સંજય કિશન કૌલ અને એ એસ ઓકાની બેન્ચે આધાર એક્ટમાં થયેલા સુધારાને પડકારતી સમાન પ્રકૃતિની સમાન અરજીઓને ટેગ કરી હતી. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, મત આપવાનો અધિકાર સૌથી પવિત્ર અધિકારોમાંનો એક (information about aadhaar and voter id) છે અને લોકોને તેમના આધારની વિગતો ચૂંટણી અધિકારીઓને આપવા દબાણ કરવું એ ગોપનીયતાના અધિકારની વિરુદ્ધ છે.