ગુજરાત

gujarat

ETV Bharat / bharat

LIC IPO: LICનું IPO સબ્સ્ક્રિપ્શન; રિટેલ સેગમેન્ટે 100 ટકા સબસ્ક્રાઇબ કર્યું - biggest initial public offering ever in India

જાહેર ક્ષેત્રની લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC) ના પ્રારંભિક જાહેર ઓફર (IPO) ના છૂટક ભાગને બિડિંગના ત્રીજા દિવસે શુક્રવારે પ્રથમ કલાકમાં 100 ટકા સબ્સ્ક્રિપ્શન મળ્યું હતું. શુક્રવારે સવારે 11.36 વાગ્યા સુધીના શેરબજારોના ડેટા અનુસાર, રિટેલ રોકાણકારો માટે આરક્ષિત 69 મિલિયન શેરની શ્રેણીમાં 7.2 કરોડથી વધુ બિડ મળી હતી.

LIC IPO
LIC IPO

By

Published : May 6, 2022, 2:07 PM IST

નવી દિલ્હી: સરકારી માલિકીની લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC) ના પ્રારંભિક જાહેર ઓફર (IPO) ના છૂટક ભાગને બિડિંગના ત્રીજા દિવસે શુક્રવારે પ્રથમ કલાકમાં 100 ટકા સબસ્ક્રિપ્શન મળ્યું. શુક્રવારે સવારે 11.36 વાગ્યા સુધીના શેરબજારોના ડેટા અનુસાર, રિટેલ રોકાણકારો માટે આરક્ષિત 69 મિલિયન શેરની શ્રેણીમાં 7.2 કરોડથી વધુ બિડ મળી હતી. આમ આ શ્રેણી સંપૂર્ણપણે સબ્સ્ક્રાઇબ થયેલ છે.

આ પણ વાંચો - Share Market India: શેરબજારમાં પરત ફરી તેજી, LIC પછી હવે કયા IPO આવશે, જૂઓ

IPOનું સબ્સ્ક્રિપ્શન -ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યુશનલ બાયર્સ (QIBs) અને નોન-ઇન્સ્ટિટ્યુશનલ બાયર્સ સેગમેન્ટ માટે અત્યાર સુધી કોઈ નોંધપાત્ર પ્રતિસાદ મળ્યો નથી. QIB સેગમેન્ટમાં 40 ટકા અને બિન-સંસ્થાકીય ખરીદદારે 50 ટકા સબ્સ્ક્રાઇબ કર્યું હતું. બીજી તરફ, પોલિસીધારકોના હિસ્સાને ત્રણ ગણાથી વધુ સબસ્ક્રિપ્શન મળ્યું છે, જ્યારે કર્મચારીઓના શેરને લગભગ અઢી ગણું સબસ્ક્રિપ્શન મળ્યું છે. કુલ મળીને 16,20,78,067 IPO માટે 17,98,42,980 બિડ મળી હતી. કંપનીનો IPO બુધવારે રિટેલ અને સંસ્થાકીય રોકાણકારો માટે ખુલ્યો હતો અને 9 મેના રોજ બંધ થશે.

આ પણ વાંચો - રોકાણકારો આનંદો, LICનો IPO પહેલા જ દિવસે બપોર સુધીમાં 39 ટકા થયો સબ્સ્ક્રાઈબ

LICનો હેતું - સરકારને LICના IPOમાંથી રૂ. 21,000 કરોડ એકત્ર કરવાની અપેક્ષા છે. તે LICમાં તેનો 3.5 ટકા હિસ્સો વેચી રહી છે. IPO માટે ભાવની શ્રેણી 902 થી 949 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. આ IPO ઑફર ફોર સેલ (OFS) ના રૂપમાં છે અને તેના દ્વારા સરકાર 22.13 કરોડ શેર વેચવા માંગે છે. કંપનીના શેર 17 મેના રોજ લિસ્ટ થઈ શકે છે.

For All Latest Updates

TAGGED:

LIC IPO

ABOUT THE AUTHOR

...view details