તિરુવનંતપુરમઃ કેરળ હાઈકોર્ટે (Kerala High Court judgment) મંગળવારે મહત્વનો ચુકાદો આપતાં 2 લેસ્બિયન યુવતીઓને (2 Lesbian Girls) સાથે રહેવાની છૂટ આપી છે. આદિલ નસરીન નામની યુવતી દ્વારા હેબિયસ કોર્પસ પિટિશન દાખલ કર્યા બાદ કોર્ટે આ નિર્ણય લીધો છે. વાસ્તવમાં એર્નાકુલમની રહેવાસી આદિલા નસરીન અને ફાતિમા નૂરાને સાઉદી અરેબિયામાં સ્કૂલિંગ દરમિયાન પ્રેમ થઈ ગયો હતો, પરંતુ જ્યારે તેમના પરિવારને આ વાતની જાણ થઈ તો તેઓએ તેનો વિરોધ કર્યો હતો.
આ પણ વાંચો :મેક્સિકોમાં ભયંકર તુફાનના કારણે 10ના મોત, 20 લાપતા
પોલીસની મદદથી બંનેની શોધખોળ શરૂ કરી :કેરળ આવ્યા પછી પણ તેણે પારિવારિક બાબતમાં ધ્યાન આપ્યું ન હતું અને જ્યારે બંનેને નોકરી મળી ગઈ, ત્યારે તેઓએ સાથે રહેવાનું નક્કી કર્યું હતું. આ પછી, 19 મેના રોજ, આદિલા કોઝિકોડમાં નૂરાને મળી અને તેને મહિલા સુરક્ષા કેન્દ્રમાં રહેવા કહ્યું. આ પછી પરિવારજનોએ પોલીસની મદદથી બંનેની શોધખોળ શરૂ કરી અને બંનેને તેમના ઘરે લાવ્યા. જોકે, આદિલાના ઘરે પહોંચ્યા બાદ નુરાના સંબંધીઓ નૂરાને બળજબરીથી પોતાની સાથે લઈ ગયા હતા.
આ પણ વાંચો :જમ્મુ-કાશ્મીરના નેતાઓએ લેફ્ટનન્ટ ગવર્નર પાસે કાશ્મીરી પંડિતોની સુરક્ષાની કરી માગ
હાઈકોર્ટે બંનેને સાથે રહેવાની મંજૂરી આપી : અદિલાએ આરોપ લગાવ્યો કે, તેના માતા-પિતાએ નૂરાને લઈ જવા સામે કોઈ વાંધો નહોતો અને તેની સંમતિ વિના તેને લઈ જવાની મંજૂરી આપી હતી. આ પછી, અદિલાએ 30 મેના રોજ કેરળ હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ પિટિશન દાખલ કરીને નૂરા સાથે રહેવાની વિનંતી કરી હતી. 31મી મે મંગળવારના રોજ આ અરજી પર સુનાવણી કરતા હાઈકોર્ટે બંનેને સાથે રહેવાની મંજૂરી આપી હતી. આ નિર્ણય બાદ બંનેએ રાહતનો શ્વાસ લીધો હતો.