ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કોરોના વેક્સિનની રાહમાં વિશ્વઃ જાણો રસી બનાવવાની પ્રક્રિયા અને કેટલો સમય લાગે - આરોગ્ય

કોરોનાની વેકસિન બનાવવા માટે દુનિયાની મહાસત્તા કહેવાતા દેશો સહિત કેટલાય દેશ મચી પડ્યાં છે. કોરોનાને મિટાવવા માટે રસી જ સર્વશ્રેષ્ઠ વિકલ્પ છે તેવું મોટાભાગના જાણકાર માને છે. કેટલાક દેશોમાં ચાલી રહેલી રસી શોધવાની દોડમાં કેટલાક તબક્કા પૂરા પણ થઈ ગયાં છે. ત્યારે જાણીએ વેક્સિન બનાવવાની સમગ્ર પ્રક્રિયા.

જાણો રસી બનાવવાની પ્રક્રિયા અને કેટલો સમય લાગે
જાણો રસી બનાવવાની પ્રક્રિયા અને કેટલો સમય લાગે

By

Published : Nov 27, 2020, 6:32 PM IST

Updated : Nov 27, 2020, 7:36 PM IST

  • કોરોના વાયરસનું મારણ કરવા રસીની દોડમાં વિશ્વ
  • માનવજાતને બચાવવા કામ આવશે રસી
  • વિવિધ તબક્કામાં ચાલી રહ્યું છે અનેક દેશોમાં સંશોધન

અમદાવાદઃ કોરોના વાયરસ યમરાજનો પાશ બનીને લાખો લોકોને આ દુનિયામાંથી વિદાય કરાવી ગયો છે. આ પરિસ્થિતિને બદલવા માટે કોરોના વાયરસનું મારણ શોધવા માટે ઘણાં દેશો રસી બનાવવામાં વ્યસ્ત છે, જોકે સંપૂર્ણપણે કોઇ રસી બનાવવાની પ્રક્રિયા પૂર્ણ કરી શક્યું નથી. તેમ છતાં કેટલાક ચરણબદ્ધ પગલાંમાં અમુક દેશોએ રસી બનાવવાની દિશામાં સફળતા પ્રાપ્ત કરી છે. ભારત, અમેરિકા, ચીન, રશિયા જેવા દેશોમાં રસીના પરીક્ષણોની ત્રીજા તબક્કાની કાર્યવાહી ચાલી રહી છે. શું આપ જાણો છો કે, કોઈ પણ રસી બનાવવામાં કેટલો સમય લાગે છે અને તેના માટે કેટલાં તબક્કાઓમાં વિવિધ પ્રક્રિયાઓ થતી હોય છે? અમે આ વિશે વિગતવાર જાણકારી તમારા સુધી પહોંચાડી રહ્યાં છીએ.

  • વેક્સિન બનાવવાની પ્રકિયાના આટલા છે તબક્કા

રસી બનાવવામાં ક્લિનિકલ વિકાસ કરવામાં કુલ ત્રણ તબક્કાની પ્રક્રિયા છે. પ્રથમ તબક્કામાં, રસીનું પરીક્ષણ લોકોના નાના જૂથ પર કરવામાં આવે છે. બીજા તબક્કામાં ક્લિનિકલ અભ્યાસને વિશાળ પરિપાટીએ લઇ જવાય છે અને શારીરિક રીતે સ્વસ્થ હોય તેવા લોકોને રસીનો ડોઝ આપીને પરીક્ષણ કરાય છે. આ લોકોની વય ઓછી હોય છે. ત્રીજા તબક્કામાં રસી હજારો લોકોને આપવામાં આવે છે અને રસીની અસરકારકતા અને સલામતી માટે પરીક્ષણ કરવામાં આવે છે. રસીની મંજૂરી અને લાઇસન્સ અપાયાં પછી રસી ચોથા તબક્કામાંથી પસાર થાય છે.

તબક્કો-1

રસી બનાવવામાં એમ તો લગભગ બેથી ચાર વર્ષનો સમય લાગે છે. જોકે કોરોના વાયરસના મામલામાં વાત ગંભીર છે તેથી સંશોધન-પરીક્ષણની દ્રષ્ટિએ આ રસી પર ઝડપથી કામ ચાલી રહ્યું છે. કોરોનાની રસીના મામલામાં ઝડપી સફળતાનું કારણ એ પણ છે કે ચીનની સરકારે કોરોના વાયરસનો આનુવંશિક ક્રમ જાન્યુઆરી 2020માં જ આપી દીધો હતો. આ સમયે કોરોના વાયરસ ફક્ત ચીનમાં જ કેર વરસાવી રહ્યો હતો.

તબક્કો-2

પૂર્વ ક્લિનિકલ સંશોધન અને વિકાસના નિષ્કર્ષ પછી પ્રાણીઓ અને છોડ પર રસીની કેવી અસરકારકતા છે તે કામગીરી તપાસવા અને વિશ્લેષણ કરવા માટે રસી પરીક્ષણ કરવામાં આવે છે. વૈજ્ઞાનિકો આ દ્વારા તપાસ કરે છે કે રસી પ્રાણીઓ અથવા છોડમાં રોગપ્રતિકારક પ્રતિક્રિયા પેદા કરી રહી છે કે નહીં. જો જવાબ ના હોય તો ફરીથી પ્રથમ ચરણનું પરીક્ષણ દોહરાવવામાં આવે છે.

તબક્કો-3

કોરોના વાયરસની આપણા દેશમાં બની રહેલી રસીમાં આ તબક્કે વૈજ્ઞાનિકો ઊભાં છે અને તેની ચર્ચાઓ જામી છે. આ ક્લિનિકલ ટ્રાયલ તબક્કો છે, જે રસીના વિકાસમાં સૌથી મહત્વપૂર્ણ તબક્કો છે. કારણ કે રસીની અસરકારકતાનું પરીક્ષણ માનવો પર કરવામાં આવે છે. બીજા તબક્કા સુધી પહોંચવામાં સફળ નીવડ્યાં હોય એવા ઉમેદવારોની મોટી સંખ્યા આ ત્રીજા તબક્કાના સ્ટેજ 3માં પ્રવેશ કરવામાં નિષ્ફળ જવાનો ભય હોય છે. આ તબક્કો ચાલવામાં 90 મહિના અથવા 7 વર્ષથી વધુ સમય ગુજારવો પડે તેવી ક્ષમતા હોય છે. આ તબક્કામાં વળી અન્ય 3 પેટા-તબક્કાઓનો સમાવેશ થાય છે.

પેટાતબક્કો-1 રસી નાનકડા સમૂહના લોકોને આપવામાં આવે છે. રસી એ તપાસવા માટે આપવામાં આવે છે કે તેમના શરીરમાં એન્ટિબોડી ઉત્પન્ન થયાં છે કે નહીં તે જાણી શકાય. આમાં ત્રણ મહિના સુધીનો સમય લાગી શકે છે.

પેટાતબક્કો--2 આ પેટાતબક્કામાં જે લોકોને રસી આપવામાં આવે છે તેમની સંખ્યા ઘણી વધારી દેવામાં આવે છે અને સરેરાશ છથી આઠ મહિનાનો સમય લાગી શકે છે. રસી અપાઇ હોય તેમના શરીરમાં જોવા મળતાં ફેરફારના વિષયોનું કારણ શોધવામાં આવે છે અને તેનું વિશ્લેષણ કરવામાં આવે છે કે રોગ સામે પ્રતિરક્ષા સર્જતી પ્રતિક્રિયાનો વિકાસ થઇ રહ્યો છે કે નહીં. પ્રતિક્રિયાશીલતા કહેવાતા વિષયો વચ્ચે સામાન્ય અને પ્રતિકૂળ પ્રતિક્રિયા પેદા કરવાની રસીની ક્ષમતાનું વિશ્લેષણ પણ કરવામાં આવે છે. કોરોના વાયરસના મામલામાં આ પેટાતબક્કો ટૂંકો કરવામાં આવ્યો છે. તેથી ફાર્માસ્યુટિકલ કંપનીઓને તબક્કા બેનું થોડા સમય પહેલાં જ પરીક્ષણ કર્યું હતું. તેમને થોડા જ દિવસોમાં ત્રીજા તબક્કાની ટ્રાયલ કરવાની મંજૂરી આપી દેવામાં આવી હતી.

પેટાતબક્કો--3 આ પેટા તબક્કામાં હજારો લોકોને રસી આપવામાં આવે છે અને એક મોટી વસતીમાં રસી કેવી રીતે કાર્ય કરે છે તે ચકાસવાનો પ્રયાસ કરવામાં આવે છે. આ પ્રક્રિયામાં વધુ 6થી 8 મહિનાનો સમય લાગી શકે છે.

તબક્કો-4

આ ચોથો તબક્કો નિયમનકારી સમીક્ષાઓનો સમયગાળો હોય છે. માનવો પર રસીના પરીક્ષણ વિવિધ તબક્કે સફળ થયા પછી રસીના નિર્માતાઓ રસીનું વિશાળ પાયે ઉત્પાદન શરૂ કરતા પહેલા નિયમનકારી સંસ્થાઓનું સમર્થન મેળવવા ઇચ્છે છે જે પ્રક્રિયા સામાન્ય રીતે લાંબો સમય લે છે. પરંતુ કોરોના વાયરસની વૈશ્વિક મહામારીની સ્થિતિની ગંભીરતાને લઇને સમય મર્યાદા ટૂંકી કરી દેવામાં આવી છે.

તબક્કો-5

પાંચમા તબક્કામાં રસીના ઉત્પાદન અને ગુણવત્તા નિયંત્રણ વિશે જોવામાં આવે છે. આ તબક્કામાં રસી ઉત્પાદક કંપની અને આર્થિક સંસાધનોના તગડા માળખાંની જરુર પડે છે જેની મદદ મળતાં મોટા પાયે રસી ઉત્પાદન કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવે છે.

Last Updated : Nov 27, 2020, 7:36 PM IST

ABOUT THE AUTHOR

...view details