મોસ્કો/કિવ:રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો આજે પાંચમો (5TH day of russia ukraine war) દિવસ છે, રશિયન સેનાએ (Russia-Ukraine War) કહ્યું કે, યુક્રેનમાં તેના કેટલાક સૈનિકોને જાનહાનિ થઈ છે. રશિયાએ પહેલીવાર સ્વીકાર્યું છે કે, યુક્રેન પર થયેલા હુમલામાં તેના સૈનિકો માર્યા ગયા છે. આજે યુક્રેન અને રશિયાના રાજદ્વારીઓ બેલારુસ સરહદ પર મળશે.
આ પણ વાંચો:Ukraine crisis : ઓપરેશન ગંગામાં પાકિસ્તાન તરફથી પણ મળી મદદ, સાંભળો એર ઈન્ડિયાના ક્રૂ મેમ્બર્સના અનુભવ
બેલારુસિયન સરહદ પર બંને પક્ષો મળશે
રશિયન સૈનિકો યુક્રેનની રાજધાની કિવ નજીક પહોંચી ગયા છે. આવી સ્થિતિમાં, યુક્રેનના રાષ્ટ્રપતિ કાર્યાલયે પુષ્ટિ કરી છે કે, એક પ્રતિનિધિમંડળ રશિયન અધિકારીઓને મળશે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીના (Ukraine President Volodymyr Zelensky) કાર્યાલયે ટેલિગ્રામ એપ પર જણાવ્યું હતું કે, બેલારુસિયન સરહદ પર એક અચોક્કસ સ્થાન પર બંને પક્ષો મળશે. રાષ્ટ્રપતિ કાર્યાલયે બેઠક માટે ચોક્કસ સમયનો ઉલ્લેખ કર્યો નથી.
બેલારુસમાં રશિયાના મોટી સંખ્યામાં સૈનિકો તૈનાત
યુક્રેન તરફથી આ પ્રતિક્રિયા રશિયાએ રવિવારે જાહેરાત કરી કે, એક પ્રતિનિધિમંડળ મંત્રણા માટે બેલારુસ જવા રવાના થયાના કલાકો બાદ આવ્યો છે. યુક્રેનના અધિકારીઓએ અગાઉ આ ઓફરને નકારી કાઢી હતી અને કહ્યું હતું કે, મંત્રણા બેલારુસ કરતાં બીજે થવી જોઈએ કારણ કે, બેલારુસમાં રશિયાના મોટી સંખ્યામાં સૈનિકો તૈનાત છે. રશિયન સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા મેજર જનરલ ઈગોર કોનાશેન્કોવે રવિવારે કહ્યું, “અમારા કેટલાક સૈનિકો તેમના જીવ ગુમાવ્યા છે અને કેટલાક ઘાયલ થયા છે. તેમણે મૃતકો અને ઘાયલોની સંખ્યા જાહેર કરી ન હતી.
આ પણ વાંચો:Operation Ganga: યુક્રેનમાંથી અત્યાર સુધીમાં 2,000 ભારતીયોને બહાર કાઢવામાં આવ્યા, સરકારનો દાવો
યુક્રેનનો દાવો, સાડા ત્રણ હજાર રશિયન સૈનિકોને મારી નાખ્યા
મેજર જનરલ કોનાશેન્કોવે કહ્યું કે, રશિયાને યુક્રેનિયન સૈનિકોની તુલનામાં ઘણું ઓછું નુકસાન થયું છે. યુક્રેનનો દાવો છે કે, તેણે સાડા ત્રણ હજાર રશિયન સૈનિકોને મારી નાખ્યા. કોનાશેન્કોવે એમ પણ કહ્યું કે, ગુરુવારે હુમલો શરૂ થયો ત્યારથી, રશિયાની સૈન્યએ યુકેમાં 1,067 લશ્કરી થાણાઓને નિશાન બનાવ્યા છે, જેમાં 17 કમાન્ડ પોસ્ટ્સ અને સંપર્ક કેન્દ્રો, 38 એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ્સ અને 56 રડાર સિસ્ટમનો સમાવેશ થાય છે. કોનાશેન્કોવ અને યુક્રેનના દાવાઓ સ્વતંત્ર રીતે ચકાસી શકાયા નથી.