કોલ્હાપુરઃદેશનું સૌથી મોટું પતંગિયું (Indias Largest Butterfly) કોલ્હાપુર જિલ્લાની રાધાનગરી ખાતેથી મળી આવ્યું છે. આ બટરફ્લાયનું નામ સધર્ન બર્ડવિંગ છે. રાધાનગરી અભયારણ્યના બટરફ્લાય (Maharastra Indias Largest Butterfly) ગાર્ડનમાં સૌથી મોટું પતંગિયું જોવા મળ્યું છે. આ બટરફ્લાયને સહ્યાદ્રી બર્ડવિંગ (Maharashtra Sahyadri Birdwing) પણ કહેવામાં આવે છે. દેશનું સૌથી નાનું પતંગિયું પણ આ જ બગીચામાં જોવા મળ્યું હતું. સધર્ન બર્ડવિંગ દેશની સૌથી મોટી બટરફ્લાય તરીકે નોંધાયેલ છે. તે અન્ય પતંગિયા કરતાં કદમાં અનેક ગણું મોટું છે.
આ પણ વાંચો:રોહતકમાં યુવકે ફાંસી લગાવી, 7 રાજ્યોમાં વિરોધની જ્વાળા યુવાનોએ બનાવ્યો અગ્નિપથ
સંશોધકો કહે છે કે, લગભગ 150 થી 200 મી.મી.નું (Largest Butterfly Size) આ પતંગિયું વિવિધ રંગોમાં જોઈ શકાય છે. આ પતંગિયું સોનેરી રંગનું છે અને તેની પાંખો વાદળી રંગની છે. આ પતંગિયાનો વીડિયો ફોરેસ્ટ વિભાગના સ્ટાફે કેમેરામાં કેદ કર્યો છે.