- હિમાચલ પ્રદેશના કિન્નૌર જિલ્લામાં ભૂસ્ખલન (landslide)ની ઘટના થઈ
- ભૂસ્ખલનના (landslide) કારણે અનેક વાહન દબાઈ ગયા
- સ્થાનિક તંત્રએ લોકોને સાવધાની રાખવા કરી અપીલ
કિન્નૌરઃ જિલ્લામાં ભૂસ્ખલનની (landslide) ઘટનાઓ સતત સામે આવી રહી છે. ત્યારે આજે (બુધવારે) ફરી એક વખત જિલ્લાના નિગુલસારીની નજીક આવેલા રાષ્ટ્રીય ઉચ્ચ માર્ગ પર ભૂસ્ખલનની (landslide) ઘટના બની હતી, જેમાં અનેક વાહનો દબાઈ ગયા હોવાની માહિતી મળી રહી છે. આ મામલો બુધવારે બપોરના સમયનો છે. જ્યારે રાષ્ટ્રીય ઉચ્ચમાર્ગ પર વાહનોની અવરજવર નિયમિત રીતે થઈ રહી હતી. આ તમામની વચ્ચે પર્વતોથી મોટી ખડકો ખસીને રસ્તા પર આવીને પડી હતી. સૂચના મળતા જ તંત્ર અને પોલીસની ટીમ ઘટનાસ્થળે જવા રવાના થઈ છે.
આ પણ વાંચો-હિમાચલમાં ભૂસ્ખલન : 9 પર્યટકોના મોત, રાષ્ટ્રપતિ-વડાપ્રધાને વ્યક્ત કર્યું દુ:ખ
બસ સહિત અનેક વાહનો આ કાટમાળમાં દબાયા
કિન્નૌરના ભાવાનગર વિસ્તારમાં નેશનલ હાઈવે-5 (National Highway-5) પર થયેલી ઘટનામાં HRTCની બસ સહિત અનેક વાહનો આ કાટમાળમાં દબાયા છે. તો મુખ્યપ્રધાન જયરામ ઠાકુરે આ અંગે જણાવ્યું હતું કે, અહીં રાહત અને બચાવ કાર્ય (Relief work) શરૂ કરવામાં આવ્યું છે. NDRFની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. જોકે, અત્યારે કાટમાળમાં કેટલા લોકો દબાયા છે. તે અંગે માહિતી નથી મળી.