નવી દિલ્હી : આજે ED દ્વારા લેન્ડ ફોર જોબ કેસમાં લાલુ યાદવના નજીકના સહયોગી એકે ઇન્ફોસિસ્ટમના પ્રમોટર ઉદ્યોગપતિ અમિત કાત્યાલની ધરપકડ કરવામાં આવી છે. આ વર્ષે જુલાઈમાં જ સીબીઆઈએ નોકરી કૌભાંડના આરોપી તરીકે એકે ઈન્ફોસિસ્ટમ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર ED દ્વારા બે મહિના પહેલા જ અમિત કાત્યાલને સમન્સ મોકલવામાં આવ્યું હતું. દિલ્હી હાઈકોર્ટે તેમની સામે જારી કરાયેલા સમન્સને રદ કરવાની માંગ કરતી અરજીને પણ ફગાવી દીધી હતી. આમ છતાં અમિત કાત્યાલ બે મહિનાથી ED ના સમન્સની અવગણના કરી રહ્યો હતો.
Land For Job Scam : લાલુ યાદવના નજીકના સહયોગી અમિત કાત્યાલની ધરપકડ, ED દ્વારા મોટી કાર્યવાહી
ED દ્વારા જોબ સ્કેમ મામલે લાલુ યાદવ પરિવારના કથિત સહયોગી અમિત કાત્યાલની ધરપકડ કરવામાં આવી છે. અમિત કાત્યાલ એક બિઝનેસમેન અને એકે ઈન્ફોસિસ્ટમના પ્રમોટર છે. આ કંપની પણ જમીનના બદલે નોકરી કેસમાં મની લોન્ડરિંગમાં સંડોવાયેલ છે.
Published : Nov 11, 2023, 12:51 PM IST
અમિત કાત્યાલની ધરપકડ :આ દરમિયાન શુક્રવારે ED દ્વારા અમિત કાત્યાલની અટકાયત કરી પૂછપરછ કર્યા બાદ ધરપકડ કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર અમિત કાત્યાલને સ્થાનિક કોર્ટમાં રજૂ કરવામાં આવશે. અમિત કાત્યાલ લાલુ યાદવ પરિવારની નજીક હોવાનું માનવામાં આવે છે. જમીન કૌભાંડ કેસમાં અમિત કાત્યાલ અને એકે ઈન્ફોસિસ્ટમ પણ ED અને CBI ની તપાસ હેઠળ છે. નોકરી બદલ જમીનના મામલામાં પૂર્વ રેલપ્રધાન લાલુ યાદવ, તેમની પત્ની રાબડી દેવી અને બિહારના મુખ્યપ્રધાન તેજસ્વી યાદવ પર 600 કરોડ રૂપિયાના કૌભાંડનો આરોપ છે. આ કેસમાં ત્રણેય વિરુદ્ધ ચાર્જશીટ પણ દાખલ કરવામાં આવી છે. હાલમાં લાલુ યાદવ, તેજસ્વી યાદવ અને રાબડી દેવી જામીન પર છે.
લેન્ડ ફોર જોબ સ્કેમ : લાલુ યાદવ યુપીએ સરકારમાં રેલ્વેપ્રધાન હતા ત્યારે લાલુ યાદવ પર જમીનના બદલામાં ગ્રુપ ડીના ઉમેદવારોને રેલ્વેમાં નોકરી આપવાનો આરોપ હતો. આ મામલો 14 વર્ષ પહેલાનો છે. આ મામલે CBI દ્વારા 18 મે 2022 ના રોજ કેસ નોંધવામાં આવ્યો હતો. FIR મુજબ આ સમગ્ર કૌભાંડમાં ગ્રુપ ડીની જગ્યાઓ માટે અવેજી ઉમેદવારોની ભરતી કરવામાં આવી હતી. પરંતુ બાદમાં જમીનનો સોદો કરી તેમને નિયમિત કરી દેવામાં આવ્યા હતા. CBI ના જણાવ્યા અનુસાર રેલવેમાં ભરતી માટે કોઈ જાહેરાત કે સૂચના જાહેર કરવામાં નહોતી આવી.