- લાલુ યાદવને દુમકા ગોડાઉન કેસમાં મળ્યા જામીન
- જામીન પર બહાર આવી શકશે લાલુ યાદવ
- ચારા ઘોટાળા કેસમાં તમામ કેસમાં જામીન મંજૂર
પટણા: બહુચર્ચિત ચારા કેસ મુદ્દે દોષી લાલુ પ્રસાદ યાદવને દુમકા ગોડાઉનમાંથી ગેરકાયદેસર નિકાસ મામલે જામીન મળી ગયા છે. શનિવારે આ મુદ્દે ઝારખંડ હાઇકોર્ટમાં આંશિક સુનવણી થઇ હતી. આથી હવે RJD અધ્યક્ષને જેલવાસમાંથી મુક્તિ મળી શકે છે. આ કેસમાં જામીન માટે લાલુ પ્રસાદ યાદવે ઝારખંડ હાઇકોર્ટમાં જામીન અરજી કરી હતી. બન્ને પક્ષ 16મી એપ્રિલે સુનવણી કરવા માટે સહમત થયા હતાં. જો કે 16 એપ્રિલે હાઇકોર્ટ પરિસરમાં સેનેટાઇઝેશન થવાનું હોવાથી સુનવણી ટળી હતી. દુમકા ગોડાઉન કેસમાં લાલુ પ્રસાદ યાદવને 7 વર્ષની સજા સંભળાવવામાં આવી હતી. જેમાંથી તેમણે અડધી સજા પૂર્ણ કરી છે જેના કારણે તેઓએ અરજી કરી હતી કે હવે તેમને જમાનત મળવી જોઇએ.
વધુ વાંચો:જેલમાં લાલુ યાદવ મનાવશે દિવાળી, ઝારખંડ હાઈકોર્ટમાં લાલુ યાદવની જામીન અરજી પર સુનાવણી સ્થગિત
શું છે સમગ્ર મુદ્દો ?