દિલ્હી- લખીમપુર ખીરી હિંસા કેસમાં કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રાની જામીન અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. (Hearing in Supreme Court on Ashish Mishra bail today) મિશ્રાની કાર એ કાફલાનો ભાગ હતી, જેણે ગયા વર્ષે લખીમપુર ખેરી ખાતે વિરોધ કરી રહેલા ચાર ખેડૂતો સહિત આઠ લોકોને કચડી (Lakhimpur violence case) નાખ્યા હતા.
લખીમપુર ખીરી હિંસા કેસમાં આશિષ મિશ્રાની જામીન અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી - અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રાની જામીન
લખીમપુર ખીરી હિંસા કેસમાં કેન્દ્રીય ગૃહ રાજ્યપ્રધાન અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રાની જામીન અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. ટિકુનિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હિંસા દરમિયાન આઠ લોકોના મોત થયા હતા. Lakhimpur violence case, Hearing in Supreme Court on Ashish Mishra bail today.
હિંસા દરમિયાન આઠ લોકોના મોત-આશિષ મિશ્રાએ અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણયને પડકાર્યો છે. તમને જણાવી દઈએ કે અલ્હાબાદ હાઈકોર્ટે આશિષ મિશ્રાને જામીન આપવાનો ઈન્કાર કરી દીધો હતો.(Hearing in Supreme Court on Ashish Mishra bail today) ગયા વર્ષે 3 ઓક્ટોબરે લખીમપુર ખેરી જિલ્લાના ટિકુનિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હિંસા દરમિયાન આઠ લોકોના મોત થયા હતા. આ ઘટના ત્યારે બની જ્યારે કેન્દ્રના કૃષિ કાયદાઓ વિરુદ્ધ આંદોલન કરી રહેલા ખેડૂતો ઉત્તર પ્રદેશના નાયબ મુખ્ય પ્રધાન કેશવ પ્રસાદ મૌર્યની આ વિસ્તારની મુલાકાતનો વિરોધ કરી રહ્યા હતા. ઉત્તર પ્રદેશ પોલીસની એફઆઈઆર મુજબ, ચાર ખેડૂતોને એક એસયુવી દ્વારા કચડી નાખવામાં આવ્યા જેમાં આશિષ મિશ્રા બેઠા હતા. આ ઘટના બાદ ગુસ્સે ભરાયેલા ખેડૂતોએ કથિત રીતે ડ્રાઈવર અને ભાજપના બે કાર્યકરોને માર માર્યો હતો. આ હિંસામાં એક પત્રકારનું પણ મોત થયું હતું.
જઘન્ય અપરાધ-આ પહેલા કેન્દ્રીય મંત્રી અજય મિશ્રા ટેનીના પુત્ર આશિષ મિશ્રાની જામીન અરજી ફગાવી દેતા અલ્હાબાદ હાઈકોર્ટે આકરી ટીપ્પણી કરી હતી કે લખીમપુર કેસમાં 4 ખેડૂતોના મોત થયા હતા. આરોપીની કાર ત્યાં હાજર હતી, આ સૌથી મોટી હકીકત છે. આ કેસ જઘન્ય અપરાધની શ્રેણીમાં આવે છે. આશિષ મિશ્રા વતી વરિષ્ઠ વકીલ ગોપાલ ચતુર્વેદી, પીડિતો વતી કમલજીત રાઠડા, રાજ્ય સરકાર વતી એએજી વિનોદ શાહી હાજર રહ્યા હતા. આ પછી આશિષ મિશ્રાએ સુપ્રીમ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી.