ગુજરાત

gujarat

ETV Bharat / bharat

શહીદ એ આલમ ભગતસિંહ, શરમ આવે છેઃ કુમાર વિશ્વાસનો સિમરનજીતને ટોણો - Controversial Statement Simranjisingh

પંજાબના સંગરુરથી નવા ચૂંટાયેલા સાંસદ સિમરનજીત સિંહ માનએ (MP Simranjit singh mann) ફરી એકવાર વિવાદિત (Controversial Statement Simranjisingh) નિવેદન આપી વિવાદને મધપૂડો છેડ્યો છે. તેમણે શહીદ ભગતસિંહને આતંકવાદી કહેતા કુમાર વિશ્વાસે પ્રતિક્રિયા આપી છે. વિશ્વાસે કહ્યું કે, શરમ આવે છે.

શહીદ એ આલમ ભગતસિંહ, અમને શરમ આવે છેઃ કુમાર વિશ્વાસનો સિમરનજીતને ટોણો
શહીદ એ આલમ ભગતસિંહ, અમને શરમ આવે છેઃ કુમાર વિશ્વાસનો સિમરનજીતને ટોણો

By

Published : Jul 17, 2022, 4:28 PM IST

નવી દિલ્હીઃપંજાબના સંગરુરથી નવા ચૂંટાયેલા સાંસદ સિમરનજીતસિંહ માનએ (MP Simranjit singh mann) ફરી એકવાર વિવાદિત નિવેદન (Controversial Statement Simranjisingh) આપ્યું છે, તેમણે શહીદ ભગતસિંહને આતંકવાદી (BhagatSingh terrorist) કહેતા વિવાદ ઊભો થયો છે. જેના પર કુમાર વિશ્વાસે ટોણો માર્યો છે. કુમારે કહ્યું કે, શહીદ એ આલમ ભગતસિંહ, અમને શરમ આવે છે. આ મુદ્દે તેમણે ટ્વિટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી છે.

આ પણ વાંચોઃ સાંસદ આ શું બોલી ગયા, આતંકવાદી ભગતસિંહે એક શીખની હત્યા કરી

વિશ્વાસનું વલણઃ સિમરનજીતસિંહના જવાબમાં કુમાર વિશ્વાસે ટ્વીટ કર્યું કે, શહીદ-એ-આઝમ ભગત સિંહ...અમે શરમ અનુભવીએ છીએ. કદાચ અમે સ્વાર્થી લોકો તમારું બલિદાન આપવાને લાયક ન હતા. ચિનગારી સળગી રહી છે, આગ ફેલાઈ રહી છે અને દરેક પોતાના લોભ અને ડરમાં મૌન છે. જ્યારે મને ચેતવણી આપવામાં આવી ત્યારે લોકો મારા પર હસતા હતા. સામાન્ય લોકો જે વિચારી રહ્યા છે તેના કરતા પણ ખરાબ સ્થિતિ છે, હજુ પણ બગડશે.

શું બોલ્યા નેતાઃશિરોમણી અકાલી દળ (Akali Dal)ના વડા સિમરનજીત માન સંગરુરથી સાંસદ તરીકે ચૂંટાયા છે. બે દિવસ પહેલા કરનાલમાં તેમણે કહ્યું હતું કે ભગતસિંહ આતંકવાદી હતો. ભગતસિંહે અંગ્રેજ નૌસેના અધિકારીની હત્યા કરી હતી. અમૃતધારી શીખ ચનનસિંહ માર્યા ગયા. નેશનલ એસેમ્બલીમાં બોમ્બ ફેંકવામાં આવ્યો હતો. હવે ભગતસિંહ આતંકવાદી નથી તો શું છે? આ દરમિયાન જ્યારે તેમને ભિંડરાનવાલા અંગે તેમના અભિપ્રાય વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે ભિંડરાનવાલા શીખોના નેતા હતા. જેઓ આઝાદી મેળવવા માંગતા હતા.

આ પણ વાંચોઃ પાણીમાં ફસાયો ઘોડો, તો દેવદૂત બનીને આવ્યા આ લોકો

કોણ છે સિમરનજીતસિંહઃસિમરનજીત સિંહ માન પંજાબના સંગરુરથી સાંસદ છે. પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માનના રાજીનામા બાદ યોજાયેલી પેટાચૂંટણીમાં તેઓ અકાલી દળના ઉમેદવાર તરીકે જીત્યા હતા. સંગરુર લોકસભા પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીને માત આપી સત્તા પર આવ્યા હતા.1945માં શિમલામાં જન્મેલા સિમરનજીતસિંહ માન ભૂતપૂર્વ IPS ઓફિસર છે.

SP હતાઃ ઓપરેશન બ્લુસ્ટારના વિરોધમાં તેમણે સેવામાંથી રાજીનામું આપ્યું હતું. સિમરનજીતસિંહ માન તે સમયે ફરીદકોટના SP હતા. સિમરનજીતસિંહ માનને ખાલિસ્તાનના સમર્થક માનવામાં આવે છે. તે ખાલિસ્તાનની સ્થાપનાની પણ સતત માંગ કરી રહ્યો છે. આ પહેલા પણ તે ઘણી વખત વિવાદાસ્પદ નિવેદન આપી ચુક્યા છે.

ABOUT THE AUTHOR

...view details