- એયર ઈન્ડીયાના કોલકતા એરપોર્ટને આવ્યો ધમકી ભર્યો ફોન
- કોલ બાંગ્લા ભાષામાં હતો અને ફોન કરનારે નામ કહ્યું પ્રશાંત બિસ્વાસ
- માનસીક અસ્વસ્થ વ્યક્તિએ ફોન કર્યો હોવાની આશંકા
કોલકતા : નેતાજી સુભાષ ચંદ્ર બોસ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ( netaji subhash chandra bose international airport ) પર બુધવારે સાંજે 6:30 વાગ્યે વિમાન હાઈજેક કરવાનો ધમકી ભર્યો ફોન આવ્યો હતો. ફોન કરનાર બંગાળી ભાષામાં વાત કરી રહ્યો હતો અને તેણે પોતાનું નામ પ્રશાંત બિસ્વાસ જણાવ્યું હતું. જેને પગલે એરપોર્ટ ઓથોરીટીએ પોલીસને જાણ કરી હતી. કોલકાતા પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી.
પોલીસ કહ્યું કે એ વ્યક્તિને શોધવાની તપાસ શરૂ કરી છે. પોલીસે વધુ જાણકારી આપતા કહ્યું કે , એ વ્યક્તિએ પહેલા ધમકી આપી અને પછી પોતે મજાક કરી રહ્યો હોવાનું કહી ફોન કટ કરી નાખ્યો હતો. જો કે , પોલીસ તપાસમાં એ પણ જાણવા મડ્યુ છે કે , ફોન કરનાર વ્યક્તિની માનસીક સ્થિતી બરાબર નથી.