નવી દિલ્હી : મહિલા આરક્ષણ બિલને નારી શક્તિ વંદન અધિનિયમ નામ આપવામાં આવ્યું છે. જો મહિલાઓ માટે 33 ટકા અનામત લાગુ કરવામાં આવે તો લોકસભાની 181 બેઠક મહિલાઓ માટે અનામત રહેશે. લોકસભા તેમજ વિધાનસભાઓમાં મહિલાઓ માટે બેઠકો અનામત રાખવામાં આવશે. એકવાર બિલ લોકસભા અને રાજ્યસભા દ્વારા પસાર થઈ જાય અને રાષ્ટ્રપતિ દ્વારા હસ્તાક્ષર કરવામાં આવે પછી આ બિલ એક અધિનિયમ બની જશે. ત્યારબાદ સરકાર તેને લાગુ કરશે.
SC-ST અનામત : મહિલા અનામત બિલ અંગે મતભેદ પણ ચાલી રહ્યો છે. ઉલ્લેખનિય છે ખે, એસસી અને એસટીને અલગથી અનામત નહીં મળે, એટલે કે અનામતની અંદર અનામત મળશે. SC અને ST માટે અનામત તમામ બેઠકોમાંથી 33 ટકા મહિલાઓ માટે અનામત રહેશે. હાલ લોકસભામાં 84 બેઠકો SC સમુદાય માટે અને 47 બેઠકો ST સમુદાય માટે આરક્ષીત છે. એટલે કે 84 માંથી 28 બેઠક અને 47 માંથી 16 બેઠક મહિલાઓ માટે અનામત રહેશે. ઓબીસી માટે કોઈ અનામત નથી. ઘણા સાંસદોએ ઓબીસી માટે પણ અનામતની માંગણી કરી છે.
અત્યારે શું સ્થિતિ છે ? હાલમાં લોકસભામાં 14.94 ટકા અને રાજ્યસભામાં 14.05 ટકા મહિલા સાંસદ છે. ત્યારે વિવિધ રાજ્યોમાં મહિલાઓની સ્થિતિ પર એક નજર કરીએ. જેમાં જમ્મુ-કાશ્મીર 2.30 ટકા, હિમાચલ પ્રદેશ 5.88 ટકા, પંજાબ 11.11 ટકા, હરિયાણા 10 ટકા, રાજસ્થાન 12 ટકા, દિલ્હી 11.43 ટકા, ઉત્તર પ્રદેશ 11.66 ટકા, બિહાર 10.70 ટકા, ઝારખંડ 12.35 ટકા, મધ્યપ્રદેશ 9.13 ટકા, છત્તીસગઢ 14.44 ટકા, ગુજરાત 7.14 ટકા, મહારાષ્ટ્ર 8.33 ટકા, ગોવા 7.5 ટકા, પશ્ચિમ બંગાળ 13.70 ટકા, ઓડિશા 8.9 ટકા, તેલંગાણા 5.04 ટકા, કર્ણાટક 3.14 ટકા, આંધ્ર પ્રદેશ 8 ટકા અને કેરળમાં 7.86 ટકા મહિલા સાંસદ છે. ઉપરાંત તમિલનાડુ 5.13 ટકા, પુડુચેરી 3.33 ટકા, સિક્કિમ 9.38 ટકા, આસામ 4.76 ટકા, અરુણાચલ પ્રદેશ 5 ટકા, નાગાલેન્ડ 10 ટકા, મણિપુર 8.33 ટકા, મિઝોરમૃ 0 ટકા, ત્રિપુરા પાંચ ટકા અને મેઘાલયમાં 5.08 ટકા મહિલા સાંસદ છે.
ક્યારે લાગુ થશે ? વસ્તી ગણતરી કર્યા પછી સીમાંકન કરવામાં આવશે અને ત્યારબાદ કાયદો બનાવવામાં આવશે. હાલની વસ્તી ગણતરી 2021 માં થવાની હતી. પરંતુ કોવિડને કારણે તે થઈ શકી ન હતી. આથી આવતા વર્ષે વસ્તી ગણતરી કર્યા બાદ જ સીમાંકનની પ્રક્રિયા શરૂ થશે. જોકે બંધારણીય રીતે 2026 સુધી સીમાંકન પર પ્રતિબંધ છે. તેથી મહિલા અનામતનો લાભ બહુ જલ્દી મળશે. કદાચ 2029 માં આ પ્રક્રિયામાં મોડુ થશે તો પ્રક્રિયા પૂર્ણ થવામાં 2034 સુધીનો સમય લાગી શકે છે.
- Women Reservation Bill : સંસદમાં મહિલા અનામત બિલની શરુઆતથી અંત સુધીની સફર, જુઓ આ અહેવાલમાં...
- Womens Reservation Bill : મહિલાઓ માટે 33 ટકા અનામત સાથે નારીશક્તિ વંદન બિલ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું, બુધવારે થશે ચર્ચા