ગુજરાત

gujarat

ETV Bharat / bharat

શું કન્ડિશનરથી તમારા વાળને થાય છે આડ અસર, તો જાણો તેનું કારણ

વાળમાં કંડીશનર લગાવવાનો ફાયદો ત્યારે જ મળે છે જ્યારે તે યોગ્ય રીતે લગાવવામાં આવે. કેટલાક લોકો વાળ તેમજ માથાની ચામડી પર કન્ડિશનર (conditioner for hair) લગાવે છે. તેમને લાગે છે કે, આનાથી તેમને વધારાનો લાભ મળશે પરંતુ તેવું નથી. આવો

શું કન્ડિશનરથી તમારા વાળને થાય છે આડ અસર, તો જાણો તેનું કારણ
શું કન્ડિશનરથી તમારા વાળને થાય છે આડ અસર, તો જાણો તેનું કારણ

By

Published : Oct 12, 2022, 9:54 AM IST

ન્યુઝ ડેસ્ક:હેર કેર રૂટીનનું (Hair care routine) પ્રથમ પગલું શેમ્પૂની મદદથી વાળ સાફ કરવાનું છે. જો કે, તમે ફક્ત શેમ્પૂથી તમારા વાળની ​​કાળજી લેતા નથી, પરંતુ શેમ્પૂ કર્યા પછી વાળમાં કન્ડિશનર લગાવવું પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. કન્ડિશનર તમારા વાળને નરમ બનાવે છે, વાળ ધોયા પછી તે અત્યંત સરળ અને રેશમ જેવું લાગે છે. પરંતુ ક્યારેક એવું જોવા મળે છે કે, હેર કંડીશનરનો ઉપયોગ કર્યા પછી વાળ તૂટવા લાગે છે. તો જોઈએ શું છે તેની પાછળના કારણો.

કન્ડિશનરનો ઉપયોગ: એ વાત સાચી છે કે, કંડિશનર તમારા વાળને મુલાયમ બનાવે છે, પરંતુ એનો અર્થ એ નથી કે તમારે એકસાથે વધારે કન્ડિશનર લગાવવું પડશે. જ્યારે તમે આ કરો છો, ત્યારે તે વાળમાંથી કન્ડિશનર સારી રીતે સાફ કરતું નથી. આવી સ્થિતિમાં વાળમાં કન્ડિશનર રહેવાના કારણે વાળ ખરવા લાગે છે. જ્યારે તમે કન્ડિશનર લગાવો છો, ત્યારે તે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તમે યોગ્ય કન્ડિશનર પસંદ કરો. કેટલાક લોકો વાળમાં કેમિકલયુક્ત કંડીશનર (Chemical conditioners) લગાવે છે અથવા વાળના પ્રકાર પ્રમાણે કંડીશનર લગાવતા નથી. જેના કારણે તેમના વાળને ફાયદો ઓછો અને નુકસાન વધુ થાય છે. ક્યારેક આના કારણે વાળ ખરવા પણ લાગે છે.

હેર કંડિશનર કેમ લગાવવું:વાળમાં કંડીશનર લગાવવાનો (Use of conditioner) ફાયદો ત્યારે જ મળે છે, જ્યારે તે યોગ્ય રીતે લગાવવામાં આવે. કેટલાક લોકો વાળ તેમજ માથાની ચામડી પર કન્ડિશનર લગાવે છે. તેમને લાગે છે કે, આનાથી તેમને વધારાનો લાભ મળશે. જ્યારે વાસ્તવમાં એવું નથી. જો તમે સ્કેલ્પમાં હેર કંડીશનર લગાવો છો, તો તેનાથી વાળ ઝડપથી ખરશે. તો હવે તમે પણ કંડીશનર લગાવતી વખતે આ ભૂલો ના કરો અને તમારા વાળની ​​સારી રીતે કાળજી લો.

ABOUT THE AUTHOR

...view details