ન્યુઝ ડેસ્ક:હિંદુ ધર્મમાં તમામ પૂર્ણિમાની તારીખોમાં માઘ પૂર્ણિમાનું (Magh Purnima 2023) વિશેષ સ્થાન છે. હિંદુ ધાર્મિક ગ્રંથોમાં કારતક અને માઘ મહિનામાં આવતી પૂર્ણિમાની તિથિનું મહત્વ અને શ્રેષ્ઠતા જણાવવામાં આવી છે. પૌરાણિક માન્યતા છે કે, માઘ માસની પૂર્ણિમાના દિવસે દેવલોકમાંથી દેવતાઓ ધરતી પર આવે છે અને ભક્તોને પોતાના આશીર્વાદથી અભિભૂત કરી દે છે. આ દિવસે સ્નાન અને દાનનું વિશેષ મહત્વ છે.
માઘ પૂર્ણિમા ક્યારે છે?:હિંદુ કેલેન્ડર મુજબ માઘ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસને માઘ પૂર્ણિમા અથવા માઘી પૂર્ણિમા કહેવામાં આવે છે. આ દિવસે ગંગા નદી અથવા પવિત્ર નદીઓમાં સ્નાન કરવાની અને દાન આપવાની પરંપરા છે. આ વખતે માઘ પૂર્ણિમાનું સ્નાન અને દાન 5 ફેબ્રુઆરી 2023ના રોજ (Magh Purnima 2023 date) છે. આ દિવસે આશ્લેષા નક્ષત્ર અને ચંદ્ર કર્ક રાશિમાં રહેશે અને આયુષ્માન યોગ, રવિપુષ્ય યોગ અને સર્વાર્થ સિદ્ધિ યોગ બની રહ્યો છે. તેને શુભ યોગ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર માઘ પૂર્ણિમાના (Magh Purnima Subh Muhurat) દિવસે સત્સંગ અને કલ્પવાસ કરવાથી પુણ્ય લાભ મળે છે.
માઘ પૂર્ણિમા શરૂ થાય છે: ફેબ્રુઆરી 04, 2023 રાત્રે 09:29 વાગ્યે