મુંબઈ: IPL વિજેતા કેપ્ટન હાર્દિક પંડ્યાને 26 અને 28 જૂને આયર્લેન્ડ(Ireland VS India) સામેની બે મેચની T20I શ્રેણી માટે ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ટીમમાં એકમાત્ર નવો ચહેરો મહારાષ્ટ્રનો બેટ્સમેન રાહુલ ત્રિપાઠી છે, જેને IPLમાં તેના શાનદાર પ્રદર્શન માટે પુરસ્કાર મળ્યો હતો. સનરાઇઝર્સ હૈદરાબાદ માટે ત્રિપાઠીએ 400થી વધુ રન બનાવ્યા હતા.
આ પણ વાંચો - ગોલ્ડન બોય નીરજ ચોપરાએ પોતાનો જ રેકોર્ડ તોડીને નવો કિર્તિમાન સ્થાપ્યો
હાર્દિકને સોંપાઇ કમાન - સાઉથ આફ્રિકા સામે ચાલી રહેલી ટી-20 સિરીઝમાં વાઇસ કેપ્ટન પંડ્યાને કપ્તાની સોંપવામાં આવી છે અને તે હોમ સિરીઝ બાદ ઇંગ્લેન્ડમાં ટેસ્ટ ટીમ સાથે જોડાશે. રાજસ્થાન રોયલ્સને IPLની ફાઇનલમાં પહોંચાડનાર સંજુ સેમસન ટીમમાં પાછો ફર્યો છે. ભુવનેશ્વર કુમાર ટીમના વાઇસ કેપ્ટન હશે. વિકેટકીપર 36 વર્ષીય દિનેશ કાર્તિક હશે, પરંતુ જરૂર પડ્યે ઈશાન કિશન અને સેમસન બંને વિકેટ કીપિંગ કરી શકે છે.
આ પણ વાંચો -સાઉથ આફ્રિકાની હાર બાદ બાવુમાએ કહી મહત્વની વાત...
ભારતીય T20 ટીમ - હાર્દિક પંડ્યા (કેપ્ટન), ભુવનેશ્વર કુમાર, ઈશાન કિશન, ઋતુરાજ ગાયકવાડ, સંજુ સેમસન, સૂર્યકુમાર યાદવ, વેંકટેશ ઐયર, દીપક હુડા, રાહુલ ત્રિપાઠી, દિનેશ કાર્તિક, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, અવેશ પટેલ, અવેશ પટેલ ખાન, અર્શદીપ સિંહ, ઉમરાન મલિક.