ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ઓનલાઈન સ્ટ્રીમિંગ કરતી કોરિયન મહિલાની છેડતી કરવામાં આવી, 2 લોકોની ધરપકડ - MUMBAI CRIME

મુંબઈમાં આવેલી કોરિયન મહિલાની કેટલાક સ્થાનિક યુવકોએ છેડતી કરી હતી. (MOLESTED KOREAN WOMAN MUMBAI )આ કોરિયન મહિલા ઓનલાઈન સ્ટ્રીમિંગ કરી રહી છે જ્યારે સ્કૂટર પર આવેલા 2 યુવકોએ તેની છેડતી કરી હતી.

ઓનલાઈન સ્ટ્રીમિંગ કરતી કોરિયન મહિલાની છેડતી કરવામાં આવી, 2 લોકોની ધરપકડ
ઓનલાઈન સ્ટ્રીમિંગ કરતી કોરિયન મહિલાની છેડતી કરવામાં આવી, 2 લોકોની ધરપકડ

By

Published : Dec 1, 2022, 1:04 PM IST

મુંબઈઃમુંબઈમાં આવેલી કોરિયન મહિલાની કેટલાક સ્થાનિક યુવકોએ છેડતી કરી હતી. આ કોરિયન મહિલા ઓનલાઈન સ્ટ્રીમ કરી રહી હતી (MOLESTED KOREAN WOMAN MUMBAI )ત્યારે એક સ્કૂટર પર આવેલા 2 યુવકો તેની બાજુમાં આવીને ઉભા હતા. પ્રથમ, એક યુવકે કોરિયન મહિલાને તેનું નામ પૂછ્યું. જે બાદ તેણે પરેશાન કરવાનો પ્રયાસ કર્યો હતો. તેણે મહિલા સાથે અશ્લીલ વર્તન પણ કર્યું હતું. 2 યુવકોનું વર્તન જોઈને કોરિયન લેડી ત્યાંથી ભાગવાનો પ્રયાસ કરી રહી હતી. પરંતુ તે 2 યુવકોએ મહિલાનો સ્કૂટર પર પીછો કર્યો હતો.

ધરપકડ કરવામાં આવી:બે યુવકો, મોબીન ચાંદ મોહમ્મદ શેખ અને મોહમ્મદ નકીબ સદ્રેલમ અંસારીની લાઇવ સ્ટ્રીમિંગ દરમિયાન કોરિયન યુટ્યુબરની છેડતી કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. ખાર પોલીસે આઈપીસી 354 હેઠળ એફઆઈઆર નોંધી અને બંનેની ધરપકડ કરવામાં આવી, એમ મુંબઈ પોલીસે જણાવ્યું હતું.

વિડિયો વાઈરલ થયો: ઓનલાઈન સ્ટ્રીમિંગ કરતો વીડિયો વાઈરલ થયો છે. (MUMBAI CRIME)કોરિયન મહિલા સાથેની તમામ ઘટનાનો વીડિયો મહિલાએ સોશિયલ મીડિયા પર મૂક્યો છે. વીડિયો વાયરલ થયા છે. આ તમામ ઘટના મુંબઈના ખાર વિસ્તારમાં બની છે. હવે પોલીસ દ્વારા આ તમામ ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઘટના મંગળવારે રાત્રે બની હતી અને પોલીસે બુધવારે સાંજે આ ઘટનાની તપાસ શરૂ કરી હતી.

અમેરિકન મહિલા સાથે દુષ્કર્મ : કોરિયન મહિલાએ તેની સાથેની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો. મુંબઈ પોલીસને વીડિયો ટ્વીટ કર્યા બાદ પોલીસે તપાસનું ચક્ર ફેરવી દીધું છે અને યુવકની શોધ શરૂ કરી છે. થોડા દિવસો પહેલા અંધેરી વિસ્તારમાં એક ટેક્સી ડ્રાઈવરે અમેરિકન મહિલા સાથે દુષ્કર્મ કર્યું હતું. જે બાદ મુંબઈમાં કોરિયન મહિલાની છેડતી કરવામાં આવી હતી. મુંબઈ જેવા સલામત શહેરમાં, વિદેશી મહિલા નાગરિકો સાથે નિયમિતપણે બનતી આવી ઘટનાઓને રોકવા માટે પોલીસને પડકારનો સામનો કરવો પડે છે.

ABOUT THE AUTHOR

...view details