તિરૂવનંતપુરમ: શું વધુ સારી સુરક્ષા માટે હથિયાર (Arms Licence Procedure in Kerala) રાખવાની આવશ્યકતા અનુભવો છો, પરંતુ તમારી પાસે ગનનો ઉપયોગ (Gun Firing Training) કરવાની કુશળતા નથી? તો આ માટે કેરળ પોલીસે એક ખાસ પ્લાન (Kerala Police Planning for Arms Training) તૈયાર કર્યો છે. જેમાં પોલીસ નાગરિકોને ગન ચલાવવા માટેની ખાસ તાલિમ (Arms Licence Approval) આપશે. આ માટે કેરળ પોલીસ વિભાગ રૂપિયા 5000ની રકમ પણ વસુલ કરશે. જે ફી પેટે લેવાશે. કેરળના ડીજીપી, અનિલ કંથે મંગળવારે આ વિષયમાં એક સત્તાવાર આદેશ જારી કર્યો છે, જ્યાં પોલીસ નાગરિકોને હથિયાર ચલાવવાની તાલીમ આપી શકે છે.
આ પણ વાંચો:વિશ્વામિત્રી નદીમાં મગરો વચ્ચે મળ્યો મૃતદેહ, તર્કવિતર્કો વચ્ચે તપાસ શરુ
આટલી રહેશે ફી: જે લોકો પાસે પહેલાથી જ ગન લાઇસન્સ છે. જેમણે તાલિમ માટે એક અરજી કરી છે. તેઓ આ તાલિમનો લાભ લઈ શકે છે. ફર્સ્ટ ટાઈમર્સ, જેમને ગન ચલાવવાનો કોઈ અનુભવ નથી, તેમણે રૂ. 5,000 અને જેઓ ગન હેન્ડલિંગ વિશે થોડું જ્ઞાન હોય પરંતુ ફાઈન ટ્યુનિંગની જરૂર હોય તેઓ રૂપિયા 1000માં તાલિમ લઈ શકે છે.