તિરુવનંતપુરમ:કેરળના કલામસેરીમાં પ્રાર્થના સભા દરમિયાન વિસ્ફોટ બાદ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કેરળના મુખ્યપ્રધાન પિનરાઈ વિજયન સાથે વાત કરી હતી. તેમણે મુખ્યમંત્રી સાથે કન્વેન્શન સેન્ટર ખાતે બોમ્બ વિસ્ફોટ બાદ રાજ્યની સ્થિતિનો તાગ મેળવ્યો હતો. ગૃહમંત્રીએ મુખ્યમંત્રીને કહ્યું કે તેમણે NIA અને NSGને પણ ઘટનાસ્થળે પહોંચીને ઘટનાની તપાસ કરવા સૂચના આપી છે.
તપાસની સમીક્ષા: માહિતી અનુસાર ઘટના પ્રકાશમાં આવ્યા બાદ શાહે કેરળના સીએમ સાથે ટેલિફોન પર વાત કરી હતી. ગૃહમંત્રીએ બાદમાં NIA અને NSG બંનેના વડાઓને તપાસ શરૂ કરવા માટે તેમની વિશેષ ટીમો સ્થળ પર મોકલવા સૂચનાઓ જારી કરી હતી. આ પહેલા કેરળના CMએ વિસ્ફોટ બાદ કેસમાં ચાલી રહેલી તપાસની સમીક્ષા કરી હતી. તેમણે રાજ્યના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સાથે વાત કરી જેઓ તપાસ પર નજર રાખી રહ્યા છે.
વિદેશ અને સંસદીય બાબતોના રાજ્યમંત્રી વી. મુરલીધરને કહ્યું કે કોચીમાં ખ્રિસ્તી સમુદાયની પ્રાર્થના સભામાં બોમ્બ વિસ્ફોટની ઘટના હૃદયને હચમચાવી નાખનારી ઘટના છે. તે ચિંતાજનક છે કે કેરળ એક એવું સ્થળ બની રહ્યું છે જ્યાં આતંકવાદી કૃત્યો ગણાતી ઘટનાઓ બની રહી છે. કેન્દ્રીય એજન્સીઓએ આ ઘટના અંગે તપાસ શરૂ કરી દીધી છે. મને ખાતરી છે કે તેઓ ઘટનાની વિગતવાર માહિતી લેશે. હું રાજ્ય સરકારને અપીલ કરવા માંગુ છું કે ઘાયલોને તમામ પ્રકારની તબીબી સહાય પૂરી પાડવામાં આવે.
શોક વ્યક્ત કરતા મુખ્યમંત્રી પિનરાઈ વિજયને કહ્યું કે આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. તેમણે કહ્યું કે અમે ઘટના અંગે વિગતો એકત્રિત કરી રહ્યા છીએ. તમામ ઉચ્ચ અધિકારીઓ એર્નાકુલમમાં છે. ડીજીપી ઘટનાસ્થળે જઈ રહ્યા છે. તેમણે કહ્યું કે અમે તેને ખૂબ જ ગંભીરતાથી લઈ રહ્યા છીએ. મેં ડીજીપી સાથે વાત કરી છે. તપાસ બાદ વધુ માહિતી મેળવી શકીશું.
- Kerala Blasts: કેરળમાં વિસ્ફોટ બાદ એલર્ટ જારી, જિલ્લા હોસ્પિટલોમાં રજાઓ રદ
- Blast at Christian prayer meeting in Kerala : કેરળમાં ખ્રિસ્તી પ્રાર્થના સભામાં વિસ્ફોટ થતાં જ આટલા લોકો...