ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કેજરીવાલ રાષ્ટ્રધ્વજ આ રીતે લગાવીને પ્રેસ કોન્ફરન્સ કરી શકશે નહીં! - Union Minister for Culture and Tourism Prahlad Patel

દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ સામે કેન્દ્રીયપ્રધાન પ્રહલાદ પટેલે નિશાન સાધ્યું છે. કેજરીવાલ રાષ્ટ્રીય ધ્વજનો ઉપયોગ અયોગ્ય રીતે કરી રહ્યાં છે જેને તાત્કાલિક સુધારી લેવામાં આવે તેમ એક પત્રમાં કેજરીવાલને લખી જણાવવામાં આવ્યું છે.

કેજરીવાલ રાષ્ટ્રધ્વજ આ રીતે લગાવીને પ્રેસ કોન્ફરન્સ કરી શકશે નહીં!
કેજરીવાલ રાષ્ટ્રધ્વજ આ રીતે લગાવીને પ્રેસ કોન્ફરન્સ કરી શકશે નહીં!

By

Published : May 28, 2021, 1:02 PM IST

  • દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલને કેન્દ્રીયપ્રધાન તરફથી પત્ર મોકલાયો
  • પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કેજરીવાલ ત્રિરંગાને અયોગ્ય રીતે દર્શાવે છે
  • તરત જ ભૂલ સુધારી લેવા નિર્દેશ અપાયો

નવી દિલ્હીઃ કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન પ્રધાન પ્રહલાદ પટેલે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને લેફ્ટનન્ટ રાજ્યપાલને પત્ર લખ્યો છે. પત્રમાં જણાવાયું છે કે દિલ્હીના સીએમ કેજરીવાલની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન બેકગ્રાઉન્ડમાં મૂકવામાં આવેલ ત્રિરંગો કોડની દ્રષ્ટિએ યોગ્ય નથી. કેન્દ્રીયપ્રધાને વધુમાં લખ્યું છે કે કેજરીવાલ જે રીતે પ્રેસ કોન્ફરન્સમાં વર્તન કરે છે તે યોગ્ય નથી. દિલ્હીના સીએમ કેજરીવાલ ભારતીય ભારતીય ત્રિરંગાનું અપમાન કરી રહ્યાં છે.

ભૂલ સુધારી લેવા નિર્દેશ

કેન્દ્રીયપ્રધાને કેજરીવાલને તાકીદે આ ભૂલ સુધારી લેવા કહ્યું છે. આ પત્રની એક નકલ કેન્દ્ર સરકાર દ્વારા દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરને પણ મોકલવામાં આવી છે.

આ પણ વાંચોઃ સિંગાપોરે 'ખૂબ ખતરનાક' કોવિડ સ્ટ્રેન અંગે કેજરીવાલની ટ્વિટને નકારી કાઢી


એમાં શું છે અયોગ્ય
સંસ્કૃતિપ્રધાને જણાવ્યું છે કે સીએમ કેજરીવાલની પૃષ્ઠભૂમિમાં જે રીતે સફેદ રંગ દબાવવામાં આવ્યો છે અને લીલો રંગ ઉમેરવામાં આવ્યો છે તે રાષ્ટ્રીય ધ્વજ સંહિતાનું ઉલ્લંઘન છે.


આ પણ વાંચોઃકેવડિયા ટેન્ટ સિટી-1માં ગેરકાયદે બાંધકામ દૂર કરવા લલ્લુજી એન્ડ સન્સ કંપનીને નોટિસ

ABOUT THE AUTHOR

...view details