- ગુજરાતની સ્થાનિક ચૂંટણીના પરિણામથી આમ આદમી પાર્ટી ખુશ
- સુરતમાં રોડ-શો પણ યોજશે
- સુરતમાં ભાજપ પછી બીજા નંબરનો સૌથી મોટો પક્ષ તરીકે ઉભરી આવ્યો
દિલ્લીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ આગામી 26 તારીખે ગુજરાત પ્રવાસે આવશે - ગુજરાત સમાચાર
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્લીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ 26 ફેબ્રુઆરીના રોજ ગુજરાતનો પ્રવાસ કરશે. તેઓ સુરતમાં રોડ-શો પણ કરવાના છે.
આગામી 26 તારીખે દિલ્લીના મુખ્યપ્રધાન ગુજરાત પ્રવાસે આવશે
નવી દિલ્હી: ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામથી આમ આદમી પાર્ટી ખુશ છે. આ જીત બાદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. અરવિંદ કેજરીવાલ 26 ફેબ્રુઆરીએ ગુજરાતની મુલાકાતે આવશે. તેઓ અહીં સુરતમાં એક રોડ શો પણ કરશે. તમને જણાવી દઈએ કે સુરતમાં આમ આદમી પાર્ટીએ ચૂંટણી પરિણામોમાં ભાજપ પછી બીજા નંબરનો સૌથી મોટો પક્ષ તરીકે ઉભરી આવ્યો છે.