હૈદરાબાદTRS સુપ્રીમઅને મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ તેમની પાર્ટીની રાજ્ય કારોબારી સમિતિની બેઠકમાં તેમની રાષ્ટ્રીય પાર્ટીની ઘોષણા કરવાની યોજના બનાવી રહ્યા હોવાની માહિતી સુત્રો જોડેથી મળી રહી છે.આ બેઠકનું આયોજન 5 ઓક્ટોબર, દશેરાના(KCR national party announcement on Dussehra ) દિવસે યોજાશે તેવી માહિતી મળી રહી છે.
પક્ષના નેતાઓને રાજ્ય સ્તરની બેઠકમાં હાજરી ટીઆરએસના ટોચના નેતૃત્વએ મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો અને પક્ષના નેતાઓને રાજ્ય સ્તરની બેઠકમાં હાજરી આપવા જણાવ્યું હોવાથી રાજકીય વર્તુળો અટકળોથી ભરપૂર છે.ટીઆરએસના આંતરિક સૂત્રોએ ખુલાસો કર્યો કે રાષ્ટ્રીય પાર્ટીની રચના અંગે સર્વસંમતિથી ઠરાવ કરવામાં આવશે. રાષ્ટ્રીય પક્ષ બનાવવાની તૈયારી કરી રહેલા કેસીઆર(KCR national party announcement) આ અંગે પહેલા જ મંજૂરી આપી ચૂક્યા છે.