ગુજરાત

gujarat

ETV Bharat / bharat

તેલંગાણાના મુખ્ય પ્રધાન કે.ચંદ્રશેખર રાવેએ દિલ્હીમાં પાર્ટી કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું - Telangana Chief Minister K Chandrasekhar Rao

તેલંગાણાના મુખ્ય પ્રધાન કે. ચંદ્રશેખર રાવે(Telangana Chief Minister K Chandrasekhar Rao) બુધવારે નવી દિલ્હીમાં તેમની પાર્ટી 'ભારત રાષ્ટ્ર સમિતિ' (Bharat Rashtra Samiti) ના કાર્યાલયનું રાષ્ટ્રીય રાજકારણમાં મોટી ભૂમિકા ભજવવાના ઉદ્દેશ્ય સાથે ઉદ્ઘાટન કર્યું (KCR inaugurated India national office in Delhi) હતું.

Etv Bharatતેલંગાણાના મુખ્ય પ્રધાન કે.ચંદ્રશેખર રાવેએ દિલ્હીમાં પાર્ટી કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું
Etv Bharatતેલંગાણાના મુખ્ય પ્રધાન કે.ચંદ્રશેખર રાવેએ દિલ્હીમાં પાર્ટી કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું

By

Published : Dec 14, 2022, 7:25 PM IST

તેલંગાણા: મુખ્ય પ્રધાન કે.ચંદ્રશેખર રાવે (Telangana Chief Minister K Chandrasekhar Rao) બુધવારે નવી દિલ્હીમાં તેમની પાર્ટી 'ભારત રાષ્ટ્ર સમિતિ' (Bharat Rashtra Samiti) ના કાર્યાલયનું રાષ્ટ્રીય રાજકારણમાં મોટી ભૂમિકા ભજવવાના ઉદ્દેશ્ય સાથે ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે આયોજિત સમારોહમાં સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ, જેડી(એસ)ના નેતા એચડી કુમારસ્વામી અને અન્ય રાજકીય પક્ષોના નેતાઓએ હાજરી આપી હતી. મુખ્ય પ્રધાન કે. ચંદ્રશેખર, તેમની પત્ની શોભા, તેમની પુત્રી અને એમએલસી કવિતા ઉપરાંત ઘણા મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો પણ હાજર હતા.

પૂજા પાઠ કરી કાર્યાલયનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું: આ પ્રસંગે મુખ્ય પ્રધાન કે. ચંદ્રશેખર રાવે પાર્ટીનો ધ્વજ ફરકાવ્યો અને રાષ્ટ્રીય રાજધાનીમાં સરદાર પટેલ માર્ગ પરના કાર્યાલયમાં ઔપચારિક રીતે પાર્ટી અધ્યક્ષ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. BRS સાંસદ રંજીથ રેડ્ડીએ કહ્યું, "રાષ્ટ્રીય રાજધાનીમાં પાર્ટી કાર્યાલયના ઉદ્ઘાટન સાથે, BRS KCRના નેતૃત્વમાં રાષ્ટ્રીય રાજકીય પક્ષ તરીકે તેની યાત્રા શરૂ કરી રહી છે અને દેશભરમાં તેની હાજરી વધારશે." રાવે એપ્રિલ 2001માં અલગ તેલંગાણા રાજ્યની માંગણી માટે તેલંગાણા રાષ્ટ્ર સમિતિની રચના કરી હતી.

આ પણ વાંચો:શિયાળુ સત્ર 2022: મલ્લિકાર્જુન ખડગે આજે ફ્લોર લીડર્સ સાથે બેઠક કરશે

તેલંગાણા રાષ્ટ્ર સમિતિ: તેમની પાર્ટી 2014માં સત્તામાં આવી અને રાવ તેલંગાણાના પ્રથમ મુખ્ય પ્રધાન બન્યા હતા. તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (TRS) એ તેની રચનાના 21 વર્ષ પછી સત્તાવાર રીતે તેનું નામ બદલીને ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) કર્યું. રાવ 2018 થી ભારતીય જનતા પાર્ટી (BJP) અને કોંગ્રેસ બંને માટે વિકલ્પ પ્રદાન કરવા માટે રાષ્ટ્રીય મહત્વાકાંક્ષાઓ વ્યક્ત કરી રહ્યા છે. તેઓ વિપક્ષી પાર્ટીઓના સંયુક્ત મોરચાની રચના કરવા માટે ઘણા પ્રાદેશિક નેતાઓ અને બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમાર, તમિલનાડુના મુખ્ય પ્રધાન એમકે સ્ટાલિન અને અન્ય ઘણા નેતાઓને મળ્યા છે.

આ પણ વાંચો:પાર્લામેન્ટ્રી બેઠક: BJPના બળવાખોર નેતાઓ સામે લેવાઈ શકે છે મોટો નિર્ણય

ABOUT THE AUTHOR

...view details