શ્રીનગર: કુલગામ જિલ્લામાં આતંકવાદીઓ દ્વારા એક શિક્ષકની હત્યાની નિંદા કરતા કાશ્મીરના નેતાઓએ લેફ્ટનન્ટ ગવર્નર, વહીવટીતંત્રને લઘુમતીઓ, ખાસ કરીને પંડિતોની સુરક્ષા સુનિશ્ચિત કરવાની (Demand For Protection Of Kashmiri Pandits) માગ કરી છે. દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લામાં અજાણ્યા બંદૂકધારીઓ દ્વારા કરવામાં આવેલા હુમલામાં શિક્ષકની હત્યાને 'પાકિસ્તાનની કાવતરું' ગણાવતા ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા સૂફી મુહમ્મદ યુસુફે લેફ્ટનન્ટ ગવર્નર, વહીવટીતંત્રને "લઘુમતીઓ, ખાસ કરીને કાશ્મીરી પંડિતોની સુરક્ષા"ની માંગણી કરી છે.
આ પણ વાંચો:જૂનના પહેલા દિવસે ગ્રૃહિણીઓ માટે સારા સમાચાર, LPG સિલિન્ડર થયો સસ્તો
ભાજપ કાશ્મીરીઓ સાથે છે : ETV Bharat સાથે વાત કરતાં સૂફીએ કહ્યું કે, 'તે ખૂબ જ દુઃખદ છે કે કાશ્મીરમાં નિર્દોષ નાગરિકો પર હુમલાની લાંબી યાદી છે જે ચિંતાનું કારણ છે.' તેમણે નાગરિકો પરના હુમલા માટે પાકિસ્તાનને જવાબદાર ઠેરવતા કહ્યું કે, પાકિસ્તાનના ઈશારે કાશ્મીરમાં નિર્દોષ લોકોની હત્યા થઈ રહી છે અને અમે આ કાયરતાની સખત નિંદા કરીએ છીએ. તેમણે પંડિતોને સંબોધતા કહ્યું કે, 'આવા પ્રયાસોથી ગભરાવાની અને નિરાશ થવાની જરૂર નથી. ભાજપ કાશ્મીરીઓ સાથે છે.
આ પણ વાંચો:ભારતીય વાયુ સેના થશે વધુ મજબૂત, મિસાઇલોની ખરીદી માટે કરાયો કરોડોનો કોન્ટ્રાક્ટ
કાશ્મીરના તમામ લોકો છે શોકમાં : જમ્મુ અને કાશ્મીર પીપલ્સ કોન્ફરન્સના વરિષ્ઠ નેતા અબ્દુલ ગની વકીલે શિક્ષકની હત્યાની સખત નિંદા કરતા કહ્યું કે, નિર્દોષોની હત્યા ચિંતાજનક અને દુઃખદ ઘટના છે. તેમણે કહ્યું કે, આ સમયે કાશ્મીરના તમામ લોકો શોકમાં છે. નિર્દોષ વ્યક્તિની હત્યા કરવી એ જઘન્ય અને શરમજનક કૃત્ય છે. અબ્દુલ ગની વકીલે લેફ્ટનન્ટ ગવર્નર પાસે લોકોની સલામતી સુનિશ્ચિત કરવા અને લઘુમતીઓની સુરક્ષા માટે યોગ્ય વ્યવસ્થા કરવાની પણ માગ કરી હતી. કાશ્મીરી પંડિતોની પ્રેસ કોન્ફરન્સમાં કહેવામાં આવ્યું હતું કે, તેમને ટ્રાન્સફર કરવા માટે સરકારને 24 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે, જો સરકાર આમ કરવામાં નિષ્ફળ જશે તો તેઓ મોટા પાયે ખીણમાંથી ભાગી જશે.