ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મૂળ કાશ્મીરી યુવાન આંતકી જાહેર, અલકાયદા સાથે ક્નેક્શન

સરકારે બુધવારે કાશ્મીર મૂળના એક વ્યક્તિને આતંકવાદી જાહેર (KASHMIR ORIGIN EJAZ AHMED DECLARED TERRORIST) કર્યો છે. એજાઝ અહમદ અહંગર અલ-કાશ્મીરી નામના આ ખતરનાક આતંકીના અલ-કાયદા (Connection with al qaeda) સાથે સંબંધ છે. આ સાથે તે વિશ્વના અન્ય આતંકવાદી સંગઠનો સાથે પણ સંપર્ક ધરાવે છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે (Home Ministry big action against terror) નોટિફિકેશન દ્વારા જાહેર કર્યું કે અહંગર બે દાયકાથી વધુ સમયથી જમ્મુ અને કાશ્મીરમાં વોન્ટેડ આતંકવાદી છે.

By

Published : Jan 5, 2023, 5:25 PM IST

કાશ્મીર મૂળનો એજાઝ અહમદ અહંગર આતંકવાદી જાહેર
કાશ્મીર મૂળનો એજાઝ અહમદ અહંગર આતંકવાદી જાહેર

નવી દિલ્હીઃ કાશ્મીર મૂળના એક વ્યક્તિને સરકારે આતંકવાદી જાહેર (KASHMIR ORIGIN EJAZ AHMED DECLARED TERRORIST) કર્યો હતો. એજાઝ અહમદ અહંગર ભયંકર આતંકવાદી અલ-કાયદા સાથે સંબંધ ધરાવે છે અને તે અન્ય વૈશ્વિક આતંકવાદી (Connection wit al qaeda) જૂથો સાથે સંપર્કમાં છે. તે છેલ્લા 2 દાયકા કરતાં વધુ સમયથી વોન્ટેડ આતંકવાદી છે. (Home Ministry big action against terror)

ISને ફરી શરૂ કરવાનો પ્રયાસ: એજાઝ અહમદ અહંગર ભારતમાં ઇસ્લામિક સ્ટેટ (IS)ને પુનર્જીવિત કરવામાં વ્યસ્ત છે. એજાઝ અહમદ અહંગર ઉર્ફે અબુ ઉસ્માન અલ-કાશ્મીરી હાલમાં અફઘાનિસ્તાનમાં સ્થાયી થયો છે અને તે ઇસ્લામિક સ્ટેટ જમ્મુ કાશ્મીર (ISJK)ના મુખ્ય ભરતી કરનારાઓમાંનો એક છે.

કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા નોટિફિકેશન: કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એક નોટિફિકેશન દ્વારા જાહેર કર્યું કે તેને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અધિનિયમ, 1967 હેઠળ આતંકવાદી જાહેર કરવામાં આવ્યો છે. 1974 માં શ્રીનગરમાં જન્મેલા, અહંગર બે દાયકાથી વધુ સમયથી જમ્મુ અને કાશ્મીરમાં વોન્ટેડ આતંકવાદી છે અને તેણે વિવિધ આતંકવાદી સંગઠનો વચ્ચે સંકલન ચેનલ બનાવીને જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદ સંબંધિત વ્યૂહરચના બનાવવાનું શરૂ કર્યું હતું.

આ પણ વાંચો:કાશ્મીરમાં આતંકવાદ પ્રવૃત્તિઓમાં 97 ટકા UAPA

ભારત-કેન્દ્રિત ISIS પ્રચાર સામયિક:ગૃહ મંત્રાલયે કહ્યું કે અહંગર કાશ્મીરમાં આતંકવાદને પ્રોત્સાહન આપવા માટે કામ કરી રહ્યો છે અને તેણે તેના કાશ્મીર સ્થિત નેટવર્કમાં સામેલ કરવા માટે લોકોની ઓળખ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. અહંગરને ભારત માટે ઇસ્લામિક સ્ટેટ (IS) ભરતી સેલના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો અને તેણે ઓનલાઈન ભારત-કેન્દ્રિત ISIS પ્રચાર સામયિક શરૂ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ગેરકાનૂની પ્રવૃતિઓ (નિવારણ) અધિનિયમ (UAPA), 1967 હેઠળ ચોથા અનુસૂચિમાં તેના સમાવેશ સાથે, અહંગર આતંકવાદી જાહેર થનાર 49મી વ્યક્તિ હશે તેવું સૂચનામાં જણાવાયું છે.

આ પણ વાંચો:ત્રણ દાયકા બાદ કાશ્મીરમાં ફરી શરુ ફિલ્મોનો યુગ, પ્રથમ મલ્ટીપ્લેક્સનું થયું ઉદ્ઘાટન

કોણ છે એજાઝ અહેમદ અહંગર?આતંકવાદી એજાઝ અહમદ અહંગરનો જન્મ 1974માં જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં થયો હતો. છેલ્લા ઘણા સમયથી આતંકવાદી ગતિવિધિઓમાં સંડોવાયેલો અહંગર 2 દાયકાથી વધુ સમયથી વોન્ટેડ આતંકવાદી છે. તે વિવિધ આતંકવાદી સંગઠનો સાથે સંકલન કરે છે અને જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ગતિવિધિઓનું કાવતરું ઘડે છે. ગૃહ મંત્રાલયે કહ્યું કે અહંગર ઘાટીમાં આતંકવાદને પ્રોત્સાહન આપવા માટે કામ કરી રહ્યું છે. વિવિધ આતંકવાદી સંગઠનો વચ્ચે સંકલન ચેનલ બનાવીને જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદ સંબંધિત વ્યૂહરચના બનાવવાનું શરૂ કર્યું હતું.

ABOUT THE AUTHOR

...view details