બેંગલુરુ: કર્ણાટકમાં 58 શહેરી સ્થાનિક સંસ્થાઓ, 57 ગ્રામ પંચાયતો અને 9 વોર્ડની પેટાચૂંટણીના(Karnataka Local Elections) પરિણામો શાસક ભાજપ અને વિરોધ પક્ષ કોંગ્રેસ(BJP Congress in Karnataka) માટે મિશ્ર રહ્યા છે. બંનેએ જીતનો દાવો કર્યો અને કહ્યું કે તેમની પાસે બહુમતી અને લોકોનો વિશ્વાસ છે. યુએલબીની ચૂંટણી ત્રણ વર્ષના વિલંબ સાથે 27 ડિસેમ્બરે યોજાઈ હતી. મતગણતરી(Karnataka Local Polls) શરૂ થયા બાદ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે નજીકની લડાઈના વલણો દર્શાવે છે.
મની પાવરથી ચૂંટણી જીતી શકાય: સિદ્ધારમૈયા
જો કે, મુખ્ય પ્રધાન બસવરાજ બોમાઈને(CM Basavaraj Bommai) આંચકો લાગ્યો હતો કારણ કે, કોંગ્રેસ બાંકાપુરા નગરપાલિકા જીતવામાં સફળ રહી હતી, જે હાવેરી જિલ્લાના શિગ્ગાવી મતવિસ્તાર હેઠળ આવે છે, જેનું તેઓ પ્રતિનિધિત્વ કરે છે. વિપક્ષના નેતા સિદ્ધારમૈયાએ દાવો કર્યો કે આ પરિણામ દર્શાવે છે કે લોકો ભાજપ સરકારથી નિરાશ છે. તેમણે કહ્યું કે પરિણામોએ બતાવ્યું છે કે મની પાવરથી ચૂંટણી જીતી શકાતી નથી.
રાજ્યમાં કોંગ્રેસ તરફ લહેર : સિદ્ધારમૈયા
સિદ્ધારમૈયાએ કહ્યું, "રાજ્યભરમાં સ્થાનિક સંસ્થાઓની 1,187 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસે 500થી વધુ બેઠકો જીતી છે અને ભાજપે 434 બેઠકો જીતી છે અને જેડીએ 45 બેઠકો જીતી છે." 100થી વધુ સ્થાનિક સંસ્થાઓએ(Local Body Elections in Karnataka) ખંડિત આદેશ આપ્યો છે. રાજ્યમાં કોંગ્રેસ તરફ લહેર છે.
લોકોએ કોંગ્રેસ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે : કોંગ્રેસ પ્રમુખ
કોંગ્રેસ પ્રમુખ ડીકે શિવકુમારે કહ્યું કે, સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીના પરિણામો(Karnataka Urban Local Body Election Result) કર્ણાટકના લોકોનો મૂડ દર્શાવે છે. તેમણે કહ્યું, 'આ કોંગ્રેસ અને રાજ્યની જનતાની જીત છે. માત્ર ગ્રામીણ લોકો જ નહીં પરંતુ શહેરી વિસ્તારના લોકોએ પણ પાર્ટીને સમર્થન આપ્યું છે. "લોકોએ અમારામાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને અમે ભવિષ્યમાં તેમની અપેક્ષાઓ પર ખરા ઉતરીશું".