બેંગ્લોર: વિદ્યાર્થિનીઓ સામે FIR દાખલ કર્યા બાદ કર્ણાટકની કોલેજો (karnataka colleges hijab controversy)એ તેમને ધમકી આપવાનું શરૂ કર્યું છે. કોલેજો તરફથી વિદ્યાર્થિનીઓને કહેવામાં આવી રહ્યું છે કે જો તેઓહિજાબ (Karnataka Hijab Controversy) પહેરવાનું ચાલું રાખશે તો તેઓને સસ્પેન્ડ કરી દેવામાં આવશે. શિવમોગા જિલ્લાના શિરાલકોપ્પાની સરકારી પ્રિ-યુનિવર્સિટી કોલેજ (government pre-university college shiralakoppa)ની ઓછામાં ઓછી 58 વિદ્યાર્થિનીઓને શનિવારે સસ્પેન્ડ કરવાની ધમકી આપવામાં આવી હતી.
વિદ્યાર્થિનીઓને સમજાવવા છતાં હિજાબ ઉતારવાનો ઇન્કાર કર્યો
આ વિદ્યાર્થિનીઓએ હિજાબ સાથે ક્લાસમાં એન્ટ્રી (No entry with hijab in class) ન આપવા દેવા બદલ કૉલેજ પ્રશાસન સામે અવાજ ઉઠાવ્યો હતો. વિદ્યાર્થિનીઓએ દેખાવો કર્યા હતા અને માંગ કરી હતી કે તેઓને વર્ગોમાં જવાની પરવાનગી આપવામાં આવે. શનિવારે કોલેજ મેનેજમેન્ટ ડેવલપમેન્ટ કમિટી (College Management Development Committee)એ હિજાબ પહેરેલી વિદ્યાર્થિનીઓને હાઈકોર્ટના વચગાળાના આદેશને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આચાર્યના જણાવ્યા અનુસાર વિદ્યાર્થિનીઓએ હિજાબ ઉતારવાનો ઈન્કાર કર્યો હતો. આ કારણે તેમને કૉલેજમાંથી સસ્પેન્ડ કરવાની ધમકી આપવામાં આવી હતી.
આ પણ વાંચો:Digvijay Singh on Hijab Controversy: હિસાબ આપવાને બદલે ભાજપ હિજાબ, હિંદુ-મુસ્લિમ મુદ્દો લાવ્યા
સંસ્થાના આચાર્યએ વિદ્યાર્થિનીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી
સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ માટેનો કોઈ સત્તાવાર આદેશ જારી કરવામાં આવ્યો નથી. ગુસ્સે ભરાયેલી વિદ્યાર્થિનીઓએ કોલેજના સત્તાવાળાઓ સાથે દલીલો કરી હતી અને ત્યારબાદ પોલીસે દરમિયાનગીરી કરવી પડી હતી. શુક્રવારે પોલીસે તુમાકુરુ જિલ્લાની એમ્પ્રેસ કૉલેજ (empress college tumkur)ની 15થી 20 વિદ્યાર્થિનીઓ વિરુદ્ધ FIR દાખલ કરી હતી અને સંસ્થાના આચાર્યએ વિદ્યાર્થિનીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. હિજાબ પહેરેલી વિદ્યાર્થિનીઓએ વર્ગખંડમાં પ્રવેશની માંગ કરતા બેલાગવી, યાદગીર, બેલ્લારી, ચિત્રદુર્ગમ અને શિયામોગા જિલ્લામાં પણ તણાવ પ્રવર્તી રહ્યો હતો.
આ પણ વાંચો:મુસ્લિમ છોકરીઓએ હિજાબ બાબતે કોર્ટ પાસે શું કરી માંગ, જાણો...
હિજાબ સાથે એન્ટ્રી ન મળતા વર્ગખંડોનો બહિષ્કાર
બેલગાવીમાં વિજય પેરા-મેડિકલ કોલેજ (vijaya paramedical college belgavi)ના વહીવટીતંત્રે વિરોધને કારણે અનિશ્ચિત સમય માટે રજા જાહેર કરી છે. ત્યારે હરિહરામાં SJVP કૉલેજની વિદ્યાર્થિઓએ હિજાબ સાથે એન્ટ્રી ન મળતા વર્ગખંડોનો બહિષ્કાર કર્યો હતો. હિજાબ પહેરેલી વિદ્યાર્થિઓ બલ્લારી સરલાદેવી કોલેજના રમતના મેદાનમાં પણ એકઠી થઈ હતી. તેમને વર્ગોમાંથી બહાર કાઢવામાં આવી હતી. તેમણે પોલીસ સાથે વાત કરવાનો ઇનકાર કરી દીધો હતો અને પરેશાન ન કરવા કહ્યું હતું. તો કોડાગુમામાં હિજાબ પહેરેલી વિદ્યાર્થિઓએ કોલેજના ગેટ આગળ પ્લેકાર્ડ સાથે વિરોધ કર્યો હતો.
રાજ્યના મુખ્યપ્રધાન અને ગૃહપ્રધાને શું કહ્યું?
એક નિવેદનમાં રાજ્યના ગૃહપ્રધાન અરાગા જ્ઞાનેન્દ્રએ કહ્યું કે, "હિજાબ વિવાદ તમામ કોલેજોમાં નથી. ઘણી ઓછી કોલેજોમાં આંદોલનો થઈ રહ્યા છે અને તેમને ચેતવણી આપવામાં આવી રહી છે. કોલેજોની આસપાસના વિસ્તારોમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે." આ દરમિયાન મુખ્યપ્રધાન બસવરાજ બોમ્માઈએ કહ્યું કે, તેઓ હિજાબ વિવાદ સંબંધિત તમામ વિગતો મેળવશે. શિક્ષણપ્રધાન બી.સી. નાગેશે કહ્યું છે કે, મુસ્લિમ સમુદાયના નેતાઓ કોર્ટ દ્વારા જારી કરાયેલા વચગાળાના આદેશની સાથે છે.