કર્ણાટક: કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં ભાજપને પછાડીને કોંગ્રેસે ભવ્ય વિજય મેળવ્યો છે. 224 બેઠકોમાંથી કોંગ્રેસે 136 જેટલી બેઠકો પર વિજય મેળવ્યો છે. જયારે ભાજપે 64 બેઠક પર સમેટાઈ ગયું છે. હંમેશા કિંગ મેકરની ભૂમિકા ભજવનાર જેડીએસ આ વખતે માત્ર 20 બેઠકો મેળવી શક્યું છે. અન્યોએ ચાર બેઠકો પર આગેકૂચ કરી છે. કોંગ્રેસને 43 ટકાથી વધુ વોટ મળે તેમ જણાય છે. અને ભાજપને લગભગ 36 ટકા મળ્યા છે. જ્યારે 13 ટકા વોટ જેડીએસના ખાતામાં જતા જોવા મળી રહ્યા છે.
કોંગ્રેસમાં સીએમના ચહેરા પર સસ્પેન્સ:કકોંગ્રેસના ભવ્ય વિજય બાદ હવે મુખ્યપ્રધાન તરીકે કોણ સપથ લેશે તેને લઈને સસ્પેન્સ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસમાં સીએમ પદ માટે સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર પ્રબળ દાવેદાર છે. કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠકમાં કોંગ્રેસ દ્વારા મોકલવામાં આવેલા કેન્દ્રીય નિરીક્ષકો વિધાનમંડળના નેતા અંગે સૂચનો લેશે. તમામ ધારાસભ્યો એક લીટીનો ઠરાવ પસાર કરશે કે કોંગ્રેસ હાઈકમાન્ડ નક્કી કરે કે સીએમ કોણ બનશે?
રાહુલ-સોનિયા ગાંધી- ડીકે શિવકુમારને આપેલું વચન પૂરું કર્યું:કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ડીકે શિવકુમારે કહ્યું કે, મેં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને જે વચન આપ્યું હતું તે મેં પૂરું કર્યું છે. હું તેમના પગે પડું છું અને સંયુક્ત કર્ણાટકના લોકો પાસેથી તેમના આશીર્વાદ માંગું છું અને તેમના સમર્થન માટે તેમનો આભાર માનું છું. લોકોએ અમારા પર વિશ્વાસ કર્યો અને મતદાન કર્યું. જ્યારે સોનિયા ગાંધી મને મળવા જેલમાં આવ્યા ત્યારે હું ભૂલી શકતો નથી. વિશ્વાસ દર્શાવવા માટે હું ગાંધી પરિવાર અને સિદ્ધારમૈયા સહિત પક્ષના તમામ નેતાઓનો આભાર માનું છું.કર્ણાટકમાં હવે ચૂંટણીના પરિણામોની રાહ જોવાઈ રહી છે. કર્ણાટક ચૂંટણીના પરિણામોની મતગણતરી શનિવારે સવારે શરૂ થશે. 10 મેના રોજ તમામ 224 બેઠકો પર મતદાન થયું હતું જેમાં કુલ 72.67% મતદાન થયું હતું. અંતિમ ચૂંટણી પરિણામ પહેલા આવેલા એક્ઝિટ પોલમાં કોંગ્રેસને સૌથી મોટી પાર્ટી અથવા બહુમતી મળવાની આગાહી કરવામાં આવી છે. કર્ણાટક ચૂંટણીના એક્ઝિટ પોલ પર નજર કરીએ તો કોંગ્રેસ ફરી એકવાર રાજ્યમાં પોતાની સરકાર બનાવતી જોવા મળી રહી છે.