તુમાકુરુ: સામાન્ય રીતે જ્યારે પણ દાનની (Blood Donation in Karnataka) વાત આવે ત્યારે કોઈ મોટી રકમના દાનની ચર્ચા પહેલા થાય છે. પરંતુ, દાન માત્ર કોઈ રકમની નથી હોતું. કર્ણાટકની એક મહિલાએ સૌથી વધારે રક્તદાન કરીને ગિનિસ બુકમાં નામ (Guniess Book of World Records India) નોંધાવી દીધું છે. જેની ચર્ચા સમગ્ર તુમાકુરુમાં થઈ રહી છે. આમ પણ રક્તદાનને સૌથી પવિત્ર અને મોટું દાન ગણવામાં આવે છે. આ મહિલાનું નામ મધુરા અશોક (Blood Donor Madhura Ashok) કુમાર છે. જેણે 117 વખત રક્તદાન કર્યું છે. હજું પણ ઘણા લોકો રક્તદાન કરતા ડરે છે. એવામાં આ મહિલાએ રક્તદાનમાં ગિનિસ વર્લ્ડ રેકોર્ડ કર્યો છે.
સૌથી વધુ રક્તદાન કરીને આ મહિલાએ સર્જ્યો વિશ્વવિક્રમ, જાણો કોણ છે આ મહિલા - રક્તદાનમાં વર્લ્ડ રેકોર્ડ
સૌથી મહાન દાન પૈકીનું એક રક્તદાન (World Records in Blood Donation) છે. એક મહિલાએ આવું દાન કરીને ગીનીસ બુક ઓફ રેકોર્ડમાં (Guniess Book of World Records India) નામ નોંધાવ્યું છે. બેંગલુરુના (Banguluru Karnataka Blood Donation) રહેવાસી મધુરા અશોક કુમારે 117 વખત રક્તદાન કરીને રેકોર્ડની સાથે માનવતા પણ દર્શાવી છે.
આ પણ વાંચો:PM Modi Gujarat Visit : વર્ષો પછી પીએમ મોદી અહીં કરશે દર્શન, અન્ય કયા કાર્યક્રમ ગોઠવાયાં તે જાણો
કોણ છે આ મધુરા:મધુરા એક સામાજિક કાર્યકર્તા છે. સમાજની ભલાઈ માટે કામ કરી રહી છે. જુદી જુદી સંસ્થાઓ થકી સામાજિક પ્રવૃતિઓ કરે છે. અત્યાર સુધીમાં તેને 180થી વધારે એવોર્ડ મળી ચૂક્યા છે. સિદ્ધ ગંગા મઠ તરફથી એને એક ખાસ સર્ટિફિકેટ પણ મળ્યું છે. જે તુમાકુરુમાં આવેલો છે. આ મઠમાં રહેતા હજારો વિદ્યાર્થીઓ બ્લડ ડોનેશનની પ્રવૃતિથી વાકેફ છે. આ અંગે વાત કરતા મધુરાએ કહ્યું હતું કે, મેં ક્યારેય કોઈ રેકોર્ડ કરવાના હેતુંથી રક્તદાન નથી કર્યું. મારા પિતા અને સસરા સ્વતંત્રતા સેનાની હતા. સામાજિક સેવા એ મારા બ્લડમાં છે. જ્યારે લાયન્સ સંસ્થાની સભ્ય બની ત્યારે મેં બ્લડ ડૉનેશન કરવાનું ચાલું કર્યું હતું. એ સમયે હું 18 વર્ષની હતી. મેં જોયું છે કે, લોકો સારા બ્લડ માટે ખૂબ હેરાન પરેશાન થતા હોય છે. હું હજું પણ બ્લડ ડૉનેશન કરવા માંગુ છું અને સ્વસ્થ રહી શકું છું.