ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કરણ જોહરે ટ્વિટરને કહ્યું અલવિદા, કારણ સ્પષ્ટ કર્યું - TWITTER

કરણ જોહરે ટ્વિટર પરથી અલવિદા કહી દીધું છે.(KARAN JOHAR QUITS TWITTER ) તેણે ટ્વિટ દ્વારા ટ્વિટર છોડવાનું કારણ પણ જણાવ્યું છે.

કરણ જોહરે છોડ્યું ટ્વિટર, આ છે કારણ
કરણ જોહરે છોડ્યું ટ્વિટર, આ છે કારણ

By

Published : Oct 10, 2022, 8:30 PM IST

Updated : Oct 10, 2022, 9:52 PM IST

હૈદરાબાદઃ પ્રસિદ્ધ ફિલ્મ નિર્માતા-નિર્દેશક કરણ જોહરે તેના ચાહકોને ચોંકાવી દીધા છે. (KARAN JOHAR QUITS TWITTER ) તારીખ10 ઓક્ટોબરે કરણે અચાનક ટ્વિટરને બાય-બાય કહ્યું હતુ. કરણ જોહરે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. કરણે ટ્વિટરને અલવિદા કહેવાનું કારણ પણ જણાવ્યું છે. હવે કેટલાક યુઝર્સે કરણ જોહરને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે.

સકારાત્મક ઊર્જા:કરણ જોહરે 10 ઓક્ટોબરે ટ્વિટરને અલવિદા કહીને ટ્વિટરને અલવિદા કહ્યું અને ટ્વિટમાં લખ્યું, 'માત્ર સકારાત્મક ઊર્જા માટે, આ તરફ એક પગલું... ગુડબાય ટ્વિટર'. આ લખીને કરણે પોતાને ટ્વિટર પરથી નિષ્ક્રિય કરી કર્યો હતો.

કરણ જોહરે છોડ્યું ટ્વિટર, આ છે કારણ

યુઝર્સની પ્રતિક્રિયા : કરણના ટ્વિટર છોડ્યા બાદ યુઝર્સમાં ચિંતાનુ મોજુ ફરી વળ્યુ છે અને તેઓ ઉગ્ર ટિપ્પણી કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે,"તમારી માનસિક સ્થિતિનું ધ્યાન રાખો અને બ્રહ્માસ્ત્ર-2' માટે ગુડલક, સકારાત્મક ઉર્જા મોકલુ છે."

ફેક એકાઉન્ટ:એક યુઝરે લખ્યું, "કોઈપણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ કરતાં સકારાત્મક ઉર્જા અને શાંતિ વધુ મહત્વપૂર્ણ છે". એકે લખ્યું છે કે, "કોઈ તમને મિસ કરશે નહીં. કરણ આ એકાઉન્ટ ડિલીટ કરશે અને બીજું ફેક એકાઉન્ટ બનાવશે."

બ્રહ્માસ્ત્ર બૉયકોટ:હાલમાં જ ટ્વિટર પર ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'ને લઈને ઘણો વિરોધ થયો હતો અને યુઝર્સે આ પ્લેટફોર્મ પર બ્રહ્માસ્ત્ર બૉયકોટના નારા લગાવવાનું શરૂ કર્યું હતું. તે જ સમયે, કંગના રનૌત અને ફિલ્મ નિર્દેશક વિવેક અગ્નિહોત્રીએ પણ ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'નું નામ લીધા વિના ફિલ્મની કમાણી પર મોટો સવાલ ઉઠાવ્યો હતો.

કમાણીના આંકડા બનાવટી: કંગનાએ સ્પષ્ટ કહ્યું હતું કે, કમાણીના આ આંકડા બનાવટી છે અને લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે, જેથી તેઓ ફિલ્મ તરફ આકર્ષાય. આવી સ્થિતિમાં કરણ જોહરનું ટ્વિટર છોડવું અનેક સવાલો ઉભા કરે છે. હવે જોવાનું એ રહેશે કે કરણ જોહર આ પ્લેટફોર્મ પર ક્યારે પરત આવે છે.

Last Updated : Oct 10, 2022, 9:52 PM IST

ABOUT THE AUTHOR

...view details