- ગુજરાતમાં બનાવવામાં આવેલી તોપ ભારત ચીન બોર્ડર પર તૈનાત
- K-9 વજ્ર તોપને સુરત નજીક હજીરામાં બનાવવામાં આવી હતી
- ફેબ્રુઆરી 2021માં ભારતીય સેનામાં શામેલ કરાઈ હતી
ન્યૂઝ ડેસ્ક : ભારત ચીન બોર્ડર પર એક વર્ષથી લાંબા સમય સુધી સરહદ (LAC) પર ચાલતા વિવાદને કારણે ભારતીય સેના(Indian Army )એ સરહદ પર તોપને તૈનાત કરી છે, ત્યારે ઉલ્લેખનીય છે કે, આ K-9 વજ્ર તોપને ગુજરાતમાં બનાવવામાં આવી છે. આ તોપ સુરત નજીક હજીરા બનાવવામાં આવી છે. ભારતીય આર્મી ચીફ નરવણે અને પૂર્વ મુખ્યપ્રધાનની ઉપસ્થિતિમાં ફેબ્રુઆરી 2021માં ભારતીય સેનામાં શામેલ કરવામાં આવી હતી.
આર્મી બેઝ વર્કશોપને મેઇન્ટેનન્સ ટ્રાન્સફર ઓફ ટેકનોલોજી પણ સંકળાયેલી
એલએન્ડટી ડિફેન્સે સંરક્ષણ મંત્રાલય પાસેથી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાત્મક બિડિંગની પ્રક્રિયા દ્વારા કોઈ પણ ભારતીય ખાનગી કંપનીને પ્રાપ્ત થયેલા સૌથી મોટા કોન્ટ્રાક્ટ અંતર્ગત ‘કે9 વજ્ર’નું ઉત્પાદન કર્યું હતું. આ પ્રોગ્રામ માટે એલએન્ડટી મુખ્ય બિડર હતી, જેની ટેકનોલોજી પાર્ટનર સાઉથ કોરિયાની સંરક્ષણ ક્ષેત્રની અગ્રણી હાન્વ્હા ડિફેન્સ હતી. જે વિશ્વમાં ટોપ રેટિંગ ધરાવતી હોવિત્ઝર ‘કે9 થંડર’ની ઓઇએમ છે. ‘કે9 વજ્ર’ હોવિત્ઝર પ્રોગ્રામમાં 100 હોવિત્ઝરની ડિલિવરી સંકળાયેલી હતી. જેની સાથે સ્પેર્સ, સિસ્ટમ ડોક્યુમેન્ટેશન અને તાલીમને આવરી લેતું સંલગ્ન એન્જિનીયરિંગ સપોર્ટ પેકેજ (ઇએસપી) સંકળાયેલું હતું. એમાં હોવિત્ઝર્સને ટેકો આપવા એની અસરકારક કામગીરીના સમયગાળામાં આર્મી બેઝ વર્કશોપને મેઇન્ટેનન્સ ટ્રાન્સફર ઓફ ટેકનોલોજી (એમટીઓટી) પણ સંકળાયેલી છે.