ગુજરાત

gujarat

ETV Bharat / bharat

નાઇટ પેટ્રોલિંગમાં સાઇકલ લઈને નિકળ્યા મહિલા IPS, CM સ્ટાલિને કર્યા વખાણ

ચેન્નાઈમાં તૈનાત જોઈન્ટ પોલીસ કમિશ્નર આરવી રામ્યા ભારતી આ દિવસોમાં ઘણી ચર્ચામાં છે. તેઓ સાઇકલ ચલાવીને તેમના વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગ ટીમની તૈયારી (Night Patrolling by Cycle) જોવા નિકળ્યા હતા. કદાચ સાયકલ ચલાવીને તેણે ચેન્નાઈમાં મહિલાઓ સુરક્ષિત છે, તેવો સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે.

Joint commissioner Ramya Bharathi Night Patrol by Cycle
Joint commissioner Ramya Bharathi Night Patrol by Cycle

By

Published : Mar 28, 2022, 5:26 PM IST

ચેન્નઈ, તમિલનાડું : મહિલા IPS આરવી રામ્યા ભારતી ચેન્નાઈમાં સાઈકલ લઈને નાઈટ પેટ્રોલિંગ (Night Patrolling by Cycle) પર નીકળી હતી. હાલમાં તેઓ જોઈન્ટ પોલીસ કમિશ્નર તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેમણે ગુરુવારે રાત્રે સાયકલ ચલાવીને શહેરમાં તૈનાત પોલીસ કર્મચારીઓની તત્પરતા તપાસી હતી. એટલું જ નહીં, તેમણે તેમના વિસ્તારમાં તત્કાળ તૈનાત થયેલા કોન્સ્ટેબલોની પણ પ્રશંસા કરી હતી.

આ પણ વાંચો :વડોદરા પોલીસ દ્વારા વિવિધ વિસ્તારોમાં બાઇકથી સઘન પેટ્રોલિંગ

પોલીસની તત્પરતા તપાસી :મહિલા IPS ઓફિસર પોતે રાત્રે સાઇકલ પર નાઇટ પેટ્રોલિંગ માટે નીકળી હતી. તેમના અંગત સુરક્ષા ગાર્ડ સાથે, તેમણે પોલીસની તત્પરતા તપાસી હતી. આમ તેઓ રાત્રે 2.45 થી 4.15 વાગ્યા સુધી સાયકલ પર શહેરમાં ફર્યા હતા. આ દરમિયાન તેણે ઉત્તર ચેન્નાઈમાં લગભગ 9 કિમીનો પ્રવાસ કર્યો અને તેના વરિષ્ઠ અધિકારીઓને પણ આશ્ચર્યચકિત કરી દીધા હતા. અધિકારીની તસવીરો વાયરલ થયા બાદ મુખ્યપ્રધાન એમકે સ્ટાલિને ટ્વિટર પર લખ્યું, "અભિનંદન રામ્યા ભારતી! મેં તમિલનાડુમાં મહિલાઓ સામેની હિંસા ઘટાડવા અને મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા DGPને આદેશ આપ્યો છે."

આ પણ વાંચો :અમદાવાદમાં પોલીસે સિવિલ ડ્રેસમાં સાઇકલ પર કર્યું પેટ્રોલિંગ

પોલીસના વાહનોની તપાસ : આ દરમિયાન, શુક્રવારે ચેન્નાઈ પોલીસ કમિશ્નરે પણ ડ્રગ્સ સામેના અભિયાન માટે નોડલ અધિકારી તરીકે રામ્યા ભારતીની નિમણૂક કરી હતી. અધિકારીએ વાલ્લાજાહ પોઈન્ટથી શરૂઆત કરી અને મુથુસામી બ્રિજ, રાજા અન્નામલાઈ મંદારામ, એસ્પ્લેનેડ રોડ, કુરાગામ, એનએસસી બોસ રોડ, મિન્ટ જંકશન, વોલ ટેક્સ રોડ, એન્નોર હાઈ રોડ, આરકે નગર અને તિરુવોત્તિયુર હાઈ રોડ સહિત અનેક વિસ્તારોને આવરી લીધા હતા. IPS રેમ્યા ભારતીએ રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન પોલીસના વાહનોની તપાસ કરી હતી અને તેમની મુલાકાતની નોંધ તેમના પુસ્તકમાં પણ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details