નવી દિલ્હીદેશમાં જાતિ સંબંધિત હિંસાની ઘટનાઓ વચ્ચે જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના (Jawaharlal Nehru University) વાઇસ ચાન્સેલર શાંતિશ્રી ધુલીપુડી પંડિતે (Statement Of JNU VC on Hindu Gods And Goddesses) કહ્યું કે, માનવશાસ્ત્રના દૃષ્ટિકોણથી દેવતાઓ ઉચ્ચ જાતિના નથી અને ભગવાન શિવ પણ અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત જનજાતિના હોઈ શકે છે. ડૉ. બી.આર. આંબેડકરની વ્યાખ્યાન શ્રેણીમાં શીર્ષકવાળી ડૉ. બી.આર. આંબેડકરના જાતિય ન્યાય પરના વિચારો, યુનિફોર્મ સિવિલ કોડનું ડીકોડિંગ, તેમણે કહ્યું હતું કે, 'મનુસ્મૃતિમાં મહિલાઓને આપવામાં આવેલ શુદ્રોનો દરજ્જો' તેને અસાધારણ રીતે પ્રતિકૂળ બનાવે છે.
આ પણ વાંચોવિષ્ણુપદ મંદિરમાં મુસ્લિમ પ્રધાનના પ્રવેશ પર હંગામો, ગંગાના જળથી ધોવાયું ગર્ભગૃહ
JNUના વાઇસ ચાન્સેલરે શું કહ્યુંજવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર શાંતિશ્રી ધુલીપુડી પંડિતે (Jawaharlal Nehru University) કહ્યું કે, 'હું તમામ મહિલાઓને કહું છું કે, મનુસ્મૃતિ અનુસાર તમામ મહિલાઓ શુદ્ર છે, તેથી કોઈ પણ મહિલા દાવો કરી શકે નહીં કે, તે બ્રાહ્મણ છે કે બીજું કંઈ અને તમને લગ્ન દ્વારા જ પિતા કે પતિ તરફથી જ્ઞાતિ મળે છે. મને લાગે છે કે, આ એવી વસ્તુ છે જે અસાધારણ રીતે રીગ્રેસિવ છે. નવ વર્ષના દલિત છોકરા સાથે જ્ઞાતિની હિંસાની તાજેતરની ઘટનાનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે, કોઈ પણ ભગવાન ઉચ્ચ જાતિનો નથી.