- મુઝફ્ફર હુસેન બેગે PDP સાથેના સંબંધો તોડ્યા
- બેગના આ નિર્ણયથી ખીણમાં સર્જાય શકે છે નવું રાજકારણ
- હુસેન બેગ 6 વર્ષથી PDPમાં પોતાની અવગણના અનુભવતા હતા
શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના વરિષ્ઠ નેતા મુઝફ્ફર હુસેન બેગે પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP) છોડી દીધી છે. જમ્મુ-કાશ્મીરના કેન્દ્ર શાસિત પ્રદેશમાં ચાલી રહેલા ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કાઉન્સિલ (ડીડીસી)ની ચૂંટણીઓ માટે પીપલ્સ અલાયન્સ ફોર ગ્રુપ ડીક્લેરેશન (પીએજીડી)માં બેઠક વહેંચણી અંગે નારાજગી વ્યક્ત કરતાં પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીના સંરક્ષક મુઝફ્ફર હુસેન બેગે આ નિર્ણય લીધો છે.
અન્ય ઘણા મોટા નેતાઓ પણ PDP છોડી શકે છે
મુઝફ્ફર હુસેન બેગના આ નિર્ણયથી ખીણના રાજકારણમાં એક નવું સમીકરણ ઉભું થવાની શક્યતા છે. માનવામાં આવે છે કે અન્ય ઘણા મોટા નેતાઓ પણ PDP છોડી શકે છે.