રાંચી: ઝારખંડ કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા રાજીવ રંજને રાંચીના કોતવાલી પોલીસ સ્ટેશનમાં કેન્દ્રીય પ્રધાન અને બીજેપી નેતા સ્મૃતિ ઈરાની (FIR against Union Minister Smriti Irani ), બીજેપી આઈટી સેલના વડા અમિત માલવિયા અને આઈટી સેલના પ્રીતિ ગાંધી વિરુદ્ધ FIR નોંધાવી છે. ઝારખંડ કોંગ્રેસના પ્રવક્તા રાજીવ રંજને તેમની FIRમાં (Jharkhand Congress files FIR) કહ્યું છે કે, કોંગ્રેસના નેતા અને ત્રણ રાજ્યોના પ્રભારી ડૉ. અજય કુમારે એક ન્યૂઝ એજન્સીને એક મિનિટથી વધુ સમયનું ઈન્ટરવ્યુ આપ્યુ હતુ.
આ પણ વાંચો:World Smallest Police Station: ક્યારેક જોયુ છે? માચીસના કદ જેટલું નાનું પોલીસ સ્ટેશન!
BJP IT સેલના અમિત માલવિયા, પ્રીતિ ગાંધીએ (case on Amit Malviya and Preeti Gandhi ) તેમની 11 સેકન્ડની ક્લિપિંગ સોશિયલ મીડિયા પર બતાવી. કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની કે, જેઓ પોતે બંધારણીય પદ પર બિરાજમાન છે, તેમણે પોતાના સોશિયલ મીડિયા ટ્વિટર અને ફેસબુક હેન્ડલ્સથી તેને વિકૃત રીતે રજૂ કર્યું છે. તે બંધારણીય મર્યાદાનું ઉલ્લંઘન અને ગુનો પણ છે. આ વિભાગોમાં FIR નોંધવાની વિનંતી સાથે માહિતીના પુરાવા સમર્પિત છે.