ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Japan PM India visit: વડાપ્રધાન મોદીએ જાપાનના પીએમ સાથે કરી દ્વિપક્ષીય વાતચીત - જાપાનના વડાપ્રધાન ફ્યુમિયો કિશિદા

જાપાનના PM Fumio કિશિદા (Japan PM Fumio Kishida in Delhi) તેમની બે દિવસીય ભારત મુલાકાત (Japan PM 2-day India visit) દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય મંત્રણા કરી હતી, તેમને ભારત-જાપાન વાર્ષિક સમિટમાં (14th annual summit) બંને દેશો વચ્ચે ભાગીદારી, આર્થિક અને સાંસ્કૃતિક સંબંધોને પ્રોત્સાહન આપવા પર ભાર મૂક્યો હતો.

Japan PM India visit: વડાપ્રધાન મોદીએ જાપાનના પીએમ સાથે કરી દ્વિપક્ષીય વાતચીત
Japan PM India visit: વડાપ્રધાન મોદીએ જાપાનના પીએમ સાથે કરી દ્વિપક્ષીય વાતચીત

By

Published : Mar 19, 2022, 7:10 PM IST

નવી દિલ્હી:જાપાનના વડાપ્રધાન ફ્યુમિયો કિશિદા 14મી ભારત-જાપાન વાર્ષિક સમિટમાં(14th annual summit) ભાગ લેવા માટે બે દિવસીય મુલાકાતે (Japan PM 2-day India visit) શનિવારે દિલ્હી પહોંચ્યા છે. વડાપ્રધાન ફ્યુમિયો કિશિદાએ (Japan PM Fumio Kishida in Delhi) વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ચર્ચા કરી હતી. હૈદરાબાદ હાઉસ ખાતે બંને નેતાઓએ ભારત અને જાપાન વચ્ચે ભાગીદારી ઉપરાંત આર્થિક અને સાંસ્કૃતિક સંબંધોને પ્રોત્સાહન આપવા પર ભાર મૂક્યો હતો.

આ પણ વાંચો:Decline in gold and silver prices: આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાચાંદીની ચમક ઓછી થઈ

સમિટમાં બંને નેતાઓની આ પહેલી મુલાકાત:આ પહેલા જાપાનના વડાપ્રધાનના નવી દિલ્હી આગમન પર કેન્દ્રીયપ્રધાન અશ્વિની વૈષ્ણવે IGI એરપોર્ટ પર ફુમિયો કિશિદાનું સ્વાગત કર્યું હતું. જાપાનના વડાપ્રધાન ફ્યુમિયો કિશિદા 19 માર્ચથી 20 માર્ચ સુધી નવી દિલ્હીની સત્તાવાર મુલાકાતે છે. સમિટમાં બંને નેતાઓની આ પહેલી મુલાકાત હશે. છેલ્લી સમિટ ઓક્ટોબર 2018માં ટોક્યોમાં યોજાઈ હતી. ભારત અને જાપાન વચ્ચે વિશેષ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારીના ક્ષેત્રમાં બહુપક્ષીય સહયોગ છે.

આ પણ વાંચો:RCB ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલએ IPL પહેલા વિની રમન સાથે કર્યા લગ્ન

ABOUT THE AUTHOR

...view details