ગુજરાત

gujarat

ETV Bharat / bharat

જમ્મુ કાશ્મીરના હુરિયત નેતા સૈયદ અલી શાહ ગિલાનીનું નિધન - હુરિયત નેતા

પાકિસ્તાન સમર્થક અલગાવવાદી નેતા સૈયદ અલી શાહ ગીલાનીનું લાંબા સમયની બિમારી બાદ નિધન થઈ ગયું છે. તે 92 વર્ષના હતા.

jk
જમ્મુ કાશ્મીરના હુરિયત નેતા સૈયદ અલી શાહ ગિલાનીનું નિધન

By

Published : Sep 2, 2021, 7:24 AM IST

  • અલગાવવવાદી નેતા ગિલાનનીનું મૃત્યુ
  • 91 વર્ષના ગિનાની લડી રહ્યા હતા કિડનીની બિમારી સાથે
  • પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને વ્યક્ત કરી સંવેદના

શ્રીનગર : જમ્મુ-કાશ્મીરમાં 3 દાયકાથી વધુ સમય સુધી અલગાવવાદી મોરચાનું નેતૃત્વ કરવાવાળા આને પાકિસ્તાનના સમર્થક સૈયદ અલી શાહ ગિલાનીનું બુધવારે તેમના નિવાસ સ્થાને નિધન થઈ ગયું હતું.

તેઓ 92 વર્ષના હતા. તેમના પરિવારમાં 2 પુત્રો અને 6 પુત્રીઓ છે. તેમણે 1968માં તેમની પહેલી પત્નના નિધન બાદ બીજા લગ્ન કર્યા હતા. ગિલાની પાછલા 2 દશકથી કડની સંબધિત બિમારીથી પીડાઈ રહ્યા હતા અને વધતી ઉંમરને કારણે અન્ય બિમારીઓ પણ હતી. સૈયદ અલીના નિધન બાદ કર્ફ્યું લગાવી દેવામાં આવ્યો છે. ફક્ત ગિલાનીના પરિવારજનોને તેમની અંતિમ ક્રિયામાં સામેલ થવાની પરવાનગી આપવામાં આવી છે આ ઉપરાંત ઘણી પાબંધીઓ લગવવામાં આવી છે.

જમ્મુ કાશ્મીરના હુરિયત નેતા સૈયદ અલી શાહ ગિલાનીનું નિધન

આ પણ વાંચો :પૂર્વ મુખ્યપ્રધાન માધવસિંહ સોલંકીના બંગલાના વારસાઈ હક માટે પુત્રીએ નોટિસ આપી

કાશ્મીર ઘાટીમાં અફવાઓને કારણે કોઈ અરાજકતા ન ફેલાય તે માટે ઈન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું છે. ગિલાનીના પરિવારના એક સભ્યએ જણાવ્યું કે તેમનું નિધન રાતના સાઢા દશ વાગે થયું હતું.પૂર્વતી રાજ્ય સોપોરથી 3 વાર વિધાયક રહેલા ગિલાની 2008માં અમરનાથ ભૂમિ વિવાદ અને 2010માં શ્રીનગરમાં એક યુવકના મૃત્યુ બાદ થયેલા વિરોધ પ્રદર્શનનો ચેહેરો બન્યા હતા.

તે હુરિયત કોન્ફરન્સના સંસ્થાપક સદસ્ય હતા પણ તે તેનાથી અલગ થઈ ગયા હતા અને 2000માં તેમણે તહરીક-એ-હુરિયતનું ગઠન કર્યું હતું. છેવટે તેમણે 2020માં હુરિયત કોન્ફરન્સમાંથી વિદાય લીધી હતી. પાકિસ્તાનના વડાપ્રધાનએ ગિનાનીના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચો : અલ્હાબાદ કોર્ટે કહ્યું, ગાયને કોઇ ધર્મ સાથે ન જોડો, રાષ્ટ્રીય પશુ જાહેર કરો

ABOUT THE AUTHOR

...view details