ગુજરાત

gujarat

ETV Bharat / bharat

jahangirpuri violence: સુપ્રીમ કોર્ટે બે અઠવાડિયા માટે અતિક્રમણ હટાવવા પર પ્રતિબંધ મૂક્યો - જહાંગીરપુર હિંસા ગેરકાયદે અતિક્રમણ કેસ

સુપ્રીમ કોર્ટે દિલ્હીના હિંસાગ્રસ્ત જહાંગીરપુરી (jahangirpuri violence) વિસ્તારમાંથી અતિક્રમણ હટાવવા પર આગામી બે સપ્તાહ માટે પ્રતિબંધ (jahangirpuri demolition) લગાવી દીધો છે. હવે બે સપ્તાહ બાદ આ મામલે સુનાવણી થશે. ઉત્તર-પશ્ચિમ દિલ્હીમાં સરઘસ દરમિયાન હિંસાના દિવસો પછી, બુધવારે જહાંગીરપુરીમાં એક મસ્જિદની નજીક NDMCની અતિક્રમણ વિરોધી ઝુંબેશના ભાગરૂપે બુલડોઝર વડે અનેક ઇમારતોમાં તોડફોડ કરવામાં આવી હતી.

jahangirpuri violence: સુપ્રીમ કોર્ટે બે અઠવાડિયા માટે અતિક્રમણ હટાવવા પર પ્રતિબંધ મૂક્યો
jahangirpuri violence: સુપ્રીમ કોર્ટે બે અઠવાડિયા માટે અતિક્રમણ હટાવવા પર પ્રતિબંધ મૂક્યો

By

Published : Apr 21, 2022, 1:23 PM IST

નવી દિલ્હીઃદિલ્હીના જહાંગીરપુરીમાં હિંસા (jahangirpuri violence) બાદ આજે સુપ્રીમ કોર્ટમાં ગેરકાયદેસર અતિક્રમણ હટાવવાના મુદ્દે (jahangirpuri demolition) ફરી સુનાવણી થઈ. સર્વોચ્ચ અદાલતે જહાંગીરપુરીમાં અતિક્રમણ હટાવવાની ઝુંબેશ પર આગામી (Supreme Court order on jahangirpuri demolition) બે સપ્તાહ માટે રોક લગાવી દીધી છે. હવે બે સપ્તાહ બાદ આ મામલે સુનાવણી થશે. કોર્ટે ત્યાં સુધી યથાસ્થિતિ જાળવી રાખવાનો આદેશ આપ્યો હતો. સાથે જ સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, મેયરને માહિતી આપ્યા બાદ પણ જે ડિમોલિશન કરવામાં આવ્યું છે તેના પર ગંભીરતાથી વિચાર કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટમાં સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે, સમુદાયને નિશાન બનાવવાનો આરોપ ખોટો છે.

આ પણ વાંચો:જહાંગીરપુરીમાં ઝિંકાશે હથોડાઃ NDMCએ હાથ ધર્યુ બે દિવસીય ડિમોલેશન અભિયાન

અતિક્રમણ વિરોધી અભિયાન પર રોક: જહાંગીરપુરીમાં ડિમોલિશન સામે જમીયત ઉલમા-એ-હિંદ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીની નોંધ લેતા સુપ્રીમ કોર્ટે બુધવારે અતિક્રમણ વિરોધી અભિયાન પર રોક લગાવી દીધી હતી. આ સાથે દિલ્હીના મુખ્ય સચિવ, NDMC અને જહાંગીરપુરીના SHOને નોટિસ પાઠવવામાં આવી છે.

આ પણ વાંચો:સુપ્રીમ કોર્ટે જહાંગીરપુરીમાં બુલડોઝર ચલાવવા પર પ્રતિબંધ મૂક્યો, યથાસ્થિતિ જાળવી રાખવાનો આદેશ

હનુમાન જયંતિ પર શોભાયાત્રા દરમિયાન હિંસા:NDMC દ્વારા અતિક્રમણ સામે ઝુંબેશ શરૂ કરવામાં આવતાં એ વિસ્તારમાં રમખાણ વિરોધી દળો સહિત સેંકડો પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા હતા. બે કલાકથી ઓછા સમયમાં અનેક દુકાનો અને ગેરકાયદે બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતા. કેટલાક દુકાન માલિકોએ એમ પણ કહ્યું હતું કે, તેમની સ્થાપનાઓને દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટી (DDA) અને સ્થાનિક મ્યુનિસિપલ કોર્પોરેશનની મંજૂરી હતી. જહાંગીરપુરીમાં શનિવારે હનુમાન જયંતિ પર નીકળેલી શોભાયાત્રા દરમિયાન હિંસા થઈ હતી. હથિયારો સાથે નીકળેલા સરઘસ દરમિયાન થયેલી હિંસામાં આઠ પોલીસ કર્મચારીઓ અને એક નાગરિક ઘાયલ થયા હતા.

ABOUT THE AUTHOR

...view details