ગુજરાત

gujarat

ETV Bharat / bharat

જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યપ્રધાન મહેબૂબા મુફ્તીને નજરકેદ કરવામાં આવ્યા, ટ્વીટ કરીને કર્યો દાવો - નજરબંધ

જમ્મુ અને કાશ્મીરની પૂર્વ મુખ્યપ્રધાન મહેબૂબા મુફ્તીએ દાવો કર્યો છે કે તેમને ઘરમાં નજરબંધ કરવામાં આવ્યા છે. એક ટ્વીટમાં તેમણે કહ્યું હતું કે, તેમણે આર્મીના જવાનો દ્વારા કથિત રીતે મારવામાં આવેલા પરિવારની મુલાકાત લેવાની યોજના બનાવી હતી.

મહેબૂબા મુફ્તીને નજરકેદ કરવામાં આવ્યા, ટ્વીટ કરીને કર્યો દાવો
મહેબૂબા મુફ્તીને નજરકેદ કરવામાં આવ્યા, ટ્વીટ કરીને કર્યો દાવો

By

Published : Sep 29, 2021, 1:06 PM IST

  • મહેબૂબા મુફ્તીએ પોતાને નજરકેદ કરવામાં આવ્યા હોવાનો કર્યો દાવો
  • સેનાના જવાનો દ્વારા એક પરિવારને માર મારવામાં આવ્યો હોવાનો પણ લગાવ્યો આરોપ
  • પીડિત પરિવારને મળવા જઇ રહ્યા હતા ત્યારે તેમને નજરકેદ કરવામાં આવ્યા

શ્રીનગર: પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીના અધ્યક્ષ મહેબૂબા મુફ્તીએ બુધવારે દાવો કર્યો હતો કે જમ્મુ -કાશ્મીરના પુલવામા જિલ્લાની મુલાકાત લેવાની તેમની યોજના હતી ત્યારે ફરી તેમને નજરકેદ કરવામાં આવ્યા છે.

પીડિત પરિવારને મળવા જઇ રહ્યા હતા

પૂર્વ મુખ્યપ્રધાને મંગળવારે આરોપ લગાવ્યો હતો કે પુલવામાના ત્રાલ શહેરમાં સેનાના જવાનોએ એક પરિવારને માર માર્યો હતો અને એક મહિલાને ઘાયલ કરી હતી. મુફ્તીએ કહ્યું કે, તેઓ બુધવારે તે પરિવારને મળવા જઈ રહ્યા હતા.

મહેબૂબા મુફ્તીએ ટ્વીટ કરીને નજરબંધ કરવામાં આવ્યા હોવાનો દાવો કર્યો

મહેબૂબા મુફ્તીએ ટ્વીટ કરીને આ વિશે જાણકારી આપી છે. તેમણે લખ્યું કે, 'ત્રાલમાં કથિત રીતે સેના દ્વારા લૂંટાયેલા ગામની મુલાકાતનો પ્રયત્ન કરવા માટે આજે એકવાર ફરી મને મારા ઘરમાં નજરબંધ કરી દેવામાં આવી છે. આ કાશ્મીરનું વાસ્તવિક ચિત્ર છે જે ભારત સરકારના સ્વચ્છ અને માર્ગદર્શિત પિકનિક પ્રવાસોને બદલે મુલાકાતી મહાનુભાવોને બતાવવવું જોઈએ.'

સેનાના જવાનોએ એક પરિવાર સાથે મારઝૂડ કરી હોવાનો આરોપ લગાવ્યો

પીડીપીના વડાએ ગુપકર રોડ પર આવેલા તેમના નિવાસસ્થાનના મુખ્ય દરવાજાને કથિત રીતે રોકતા સુરક્ષા દળોના વાહનની તસવીર પણ પોસ્ટ કરી છે. મંગળવારે મહેબૂબા મુફ્તીએ ટ્વિટ કર્યું હતું કે, "ત્રાલના યાગવાણી કેમ્પમાંથી સેનાએ ગઈકાલે રાત્રે ઘરોમાં તોડફોડ કરી હતી અને એક પરિવારને નિર્દયતાથી માર માર્યો હતો. ગંભીર ઈજાને કારણે દીકરીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ ગામના નાગરિકો સાથે મારપીટ કરવામાં આવી હોય તેવું પહેલીવાર નથી.'

આ પણ વાંચો: સેનાને ઉરીમાં મોટી સફળતા મળી, એક આતંકવાદી ઠાર, PAK ઘૂસણખોરોને પકડ્યા

આ પણ વાંચો: બ્રિટિશ સાંસદોએ કાશ્મીર પર રજૂ કર્યો પ્રસ્તાવ, ભારતે કરી આકરી ટીકા

ABOUT THE AUTHOR

...view details