ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મહામંથનથી મહાઅભિયાન ચલાવી ઈસુદાને આપમાં મેળવ્યું મોટુંપદ, મળી આ જવાબદારી - ઈસુદાન ગઢવી

ઈસુદાન ગઢવી ગુજરાત આમ આદમી પાર્ટીના (AAP Leader Isudan Gadhavi) નેતા છે. તે ગુજરાતની એક જાણીતી ટીવી ચેનલના હેડ અને એન્કર પણ રહી ચૂક્યા છે. આ ઉપરાંત દૂરદર્શનના કાર્યક્રમ યોજના સાથે પણ જોડાયેલા હતા.

મહામંથનથી મહાઅભિયાન ચલાવી ઈસુદાને આપમાં મેળવ્યું મોટુંપદ,મળી ગુજરાતની આ જવાબદારી
મહામંથનથી મહાઅભિયાન ચલાવી ઈસુદાને આપમાં મેળવ્યું મોટુંપદ,મળી ગુજરાતની આ જવાબદારી

By

Published : Jun 12, 2022, 8:46 PM IST

અમદાવાદ: વર્ષ 2022ના અંતિમ તબક્કામાં ગુજરાતમાં વિધાનસભાની (Gujarat Assembly Election 2022) ચૂંટણી થવાની છે. જેને ધ્યાને લઈને આમ આદમી પાર્ટીએ પોતાની (Aam Admi Party Gujarat 2022) તૈયારીઓ શરૂ કરી દીધી છે. આમ આદમી પાર્ટી સુપ્રીમો અરવિંદ કેજરીવાલે એક મોટો નિર્ણય કર્યો છે. અરવિંદ કેજરીવાલે આમદ આદમી પાર્ટી ગુજરાતના નેતા ઈસુદાન ગઢવીને આમ આદમી પાર્ટીના (AAP Leader Isudan Gadhavi) રાષ્ટ્રીય મહાસચીવ તરીકે નિયુક્ત કર્યા છે. જ્યારે ઈન્દ્રનીલ રાજ્યગુરૂને રાષ્ટ્રીય સંયુક્ત સચીવ તરીકે નિયુક્ત કર્યા છે.

આ પણ વાંચો:પાણીએ કરાવ્યું ભાજપથી વેર, આગેવાનોએ કેસરિયો છોડી પકડ્યો 'હાથ'

આ કૌભાંડનો પર્દાફાશ: ગુજરાતની એક જાણીતી ન્યૂઝ ચેનલમાં રહીને તેમણે ડાંગ અને કપરાડા તાલુકામાં ગેરકાયદેસર રીતે ચાલતા એક 150 કરોડના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. જેના મૂળમાં વૃક્ષો કાપવાનો મામલો હતો. આ વાવડ પ્રસારિત થયા બાદ ગુજરાત સરકાર યુદ્ધના ધોરણે સક્રિય થઈ ગઈ હતી. ઈસુદાન ગઢવીના આ રીપોર્ટના ખૂબ મોટા પડઘા પડ્યા હતા.

આ પણ વાંચો:નૂપુર શર્મા પર ટિપ્પણી કરવી આ યુવાનોને ભારે પડી, પોલીસે કરી કાર્યવાહી

કેજરીવાલે ટીમ તૈયાર કરી:પંજાબમાં આમ આદમી પાર્ટી સત્તા પર આવ્યા બાદ પક્ષનો વિશ્વાસ ખૂબ મજબુત થયો છે. હવે આમ આદમી પાર્ટીની નજર ગુજરાત પર છે. રવિવારે આમ આદમી પાર્ટીએ 850થી વધારે પદાધિકારીઓનું એલાન કર્યું હતું. જે આગામી ચૂંટણીમાં આમ આદમી પાર્ટી તરફથી કામ કરશે. એવું માનવામાં આવે છે આમ આદમી પાર્ટી આ વખતે ગુજરાતમાં સારૂ પ્રદર્શન કરશે. જેના કારણે ગુજરાત માટે કેજરીવાલે આ ટીમ તૈયાર કરી છે.

ABOUT THE AUTHOR

...view details